America માં ઝડપાયો આતંકી હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકી હુમલા કરવામાં હતો સામેલ
- ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી કુટનીતિક સફળતા
- કુખ્યાત ગેંગસ્ટર હેપ્પી પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં
- પંજાબમાં 14થી વધુ આતંકવાદી હુમલા કર્યા
America: ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી કુટનીતિક સફળતા મળી છે. પંજાબમાં થયેલા શ્રેણીબદ્ધ ગ્રેનેડ હુમલાઓ માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર હેપ્પી (Punjab grenade attacks case)પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હાલમાં તે ICE કસ્ટડીમાં છે. તેણે પંજાબમાં 14થી વધુ આતંકવાદી હુમલા કર્યા છે. NIAએ તેની ઉપર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
મનોરંજન કાલિયા પર થયેલા ગ્રેનેડ હુમલામાં ગેંગસ્ટર હેપ્પી પાસિયાનું નામ સામે આવ્યું હતું
તાજેતરમાં જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયા પર થયેલા ગ્રેનેડ હુમલામાં ગેંગસ્ટર હેપ્પી પાસિયાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત તમામ હુમલાખોરોની ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો હતો. આ કેસની તપાસમાં સરહદ પાર પાકિસ્તાન સાથે જોડાયેલું એક મોટું ષડયંત્ર બહાર આવ્યું છે. આ પાછળનો મુખ્ય સૂત્રધાર ઝીશાન અખ્તર છે. ઝીશાન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો છે. તે હાઇ પ્રોફાઈલ બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ વોન્ટેડ છે. પોલીસનું માનવું છે કે આ હુમલો રાજ્યમાં ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના કાવતરાનો એક ભાગ હતો, જેને ISIનું સમર્થન હતું. આમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા અને ગેંગસ્ટર હેપ્પી પાસિયા વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે.
આ પણ વાંચો -Bullet Train: જાપાન-ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન
હેપ્પી પાસિયા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંગઠન સાથે સંકળાયેલો
જાન્યુઆરીમાં પંજાબના અમૃતસરમાં ગુમટાલા ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલા બાદ ગેંગસ્ટર હેપ્પી પાસિયાએ જવાબદારી લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ પણ મૂકી હતી. હેપ્પી પાસિયા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંગઠન સાથે સંકળાયેલો છે. પોતાની પોસ્ટમાં, ગેંગસ્ટરે પંજાબમાં આવા જ આતંકવાદી હુમલા કરવાની ચેતવણી આપી હતી. તેણે કહ્યું છે કે પોલીસથી બદલો લેવા માટે પોલીસ ચોકી પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમણે પોલીસ પર તેમના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તાજેતરમાં પોલીસે તેમના બે ભાઈઓને ઉપાડી લીધા અને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખ્યા. તેના પગમાં ગોળી વાગી હતી. તેમાંથી એકનો પગ કાપી નાખવામાં આવ્યો હતો. તે તેના પર પ્રતિક્રિયા આપી રહ્યો છે.