સ્વયંભૂ Nithyananda એ શિષ્યો સાથે મળી આ દેશની 4.8 લાખ હેક્ટર જમીન હડપી
- કૈલાશ દેશનું સર્જન કરીને આખી દુનિયાને ચોંકાવ્યા
- દક્ષિણ અમેરિકાના બોલિવિયા પર દાનત બગાડી
- નિત્યાનંદે 4.8 લાખ હેક્ટર જમીન હડપ કરી
Nithyananda: કૈલાશા (Kailasa)દેશનું સર્જન કરીને આખી દુનિયાને ચોંકાવી દેનાર સ્વ-ઘોષિત ધાર્મિક ગુરુ નિત્યાનંદ ફરી એકવાર ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિત્યાનંદ હવે કૈલાશાની સીમાઓ વિસ્તારવા માંગે છે. આ માટે તેઓએ દક્ષિણ અમેરિકાના બોલિવિયા પર દાનત બગાડી છે.નિત્યાનંદે પોતાના શિષ્યો સાથે મળીને ત્યાં 4.8 લાખ હેક્ટર જમીન(LandScam) હડપ કરી છે. આ માહિતી મળતા જ ભારતથી લઈને બોલિવિયા સુધીની સરકારો એક્શનમાં આવી ગઈ છે.એક દાવા મુજબ નિત્યાનંદ અને તેમના શિષ્યોએ બોલિવિયામાં આદિવાસીઓની જમીન છેતરપિંડીથી ખરીદી હતી. જમીન ખરીદ્યા પછી, નિત્યાનંદે તેને કૈલાશના વિસ્તરણ તરીકે જાહેર કરવાનો પ્રયાસ કર્યો.
4.8 લાખ હેક્ટર જમીન સાથે છેતરપિંડી
પ્રાપ્ત માહિતી મુજબ એવો આરોપ છે કે નિત્યાનંદ અને તેના શિષ્યોએ મળીને બોલિવિયામાં 4 લાખ 80 હજાર એકર સરકારી જમીન ટ્રાન્સફર કરી અને તેને પોતાના નામે કરી દીધી. આ જમીન 1000 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી હતી. જમીન માટે લીઝની રકમ તરીકે રૂ. 8.96 લાખ વર્ષ,માસિક રકમ તરીકે રૂ. 74,667 અને દૈનિક રકમ તરીકે રૂ.2,455 આપવાનો પ્રસ્તાવ હતો. બોલિવિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું કે બોલિવિયા "યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કેલાઈસ" તરીકે ઓળખાતા કહેવાતા રાષ્ટ્ર સાથે રાજદ્વારી સંબંધો જાળવી રાખતું નથી કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેમને કોઈ અન્ય દેશ દ્વારા રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી નથી.
નિત્યાનંદે કેવી રમત રમી?
મળતી માહિતી મુજબ જમીન અધિગ્રહણ કરવા માટે કૈલાશના પ્રતિનિધિઓ ઘણા મહિનાઓ સુધી બોલિવિયામાં હાજર રહ્યા.જમીનનો કબજો લેવા માટે સ્થાનિક આગેવાનોની મદદ લેવામાં આવી હતી. ડીલ ફાઈનલ થયા બાદ નિત્યાનંદની ટીમે લોકો પાસેથી એગ્રીમેન્ટ પણ મેળવ્યું હતું. જોકે, તેના સમાચાર તરત જ સ્થાનિક મીડિયામાં લીક થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીડિયામાં સમાચાર આવ્યા બાદ નિત્યાનંદ અને તેમના શિષ્યોએ સ્થાનિક પત્રકારોને પણ ધમકી આપી હતી, પરંતુ જ્યારે સરકાર પર દબાણ વધ્યું તો તેણે નિત્યાનંદની આખી ડીલ રદ કરી દીધી.
નિત્યાનંદની સંપૂર્ણ કુંડળી
નિત્યાનંદ 2019થી ભારતમાંથી ફરાર છે અને તેના પર ઘણા ગંભીર આરોપો છે. તેઓએ કૈલાશ નામના નકલી રાષ્ટ્રની સ્થાપના કરી છે, જેનો તેઓ દાવો કરે છે કે તેમનું પોતાનું ચલણ અને બંધારણ છે. વર્ષ 2010માં નિત્યાનંદની અશ્લીલ સીડી સામે આવી હતી, જેમાં ધરપકડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. 2012માં નિત્યાનંદ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. 2019માં, નિત્યાનંદ વિરુદ્ધ બે છોકરીઓના અપહરણ અને બંધક બનાવી રાખવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.