Sunita Williams ને અવકાશમાં કરેલા ઓવરટાઇમનો મળશે પગાર, ટ્રમ્પે કરી જાહેરાત
- સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોર 9 મહિના પછી ISSથી પરત ફર્યા
- અવકાશયાત્રીઓને અવકાશમાં વધુ રોકાવા માટે ઓવરટાઇમ પગાર મળ્યો નથી
- ટ્રમ્પે સંકેત આપ્યો કે તેઓ અવકાશયાત્રીઓનો ઓવરટાઇમ ખર્ચ ઉઠાવશે
અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માત્ર 8 દિવસ માટે અવકાશમાં ગયા હતા, પરંતુ તેમનું મિશન 9 મહિના સુધી ચાલ્યું. આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અવકાશયાત્રીઓને ઓવરટાઈમ કામ કરવા બદલ પગાર ન મળવાની માહિતી મળ્યા બાદ એક દિલચસ્પ જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું, જો જરૂર પડશે તો હું તેમને મારા ખિસ્સામાંથી પગાર આપીશ. તેમણે કહ્યું, તેઓએ જે સહન કર્યું છે તે જોતાં આ કોઈ મોટી વાત નથી.
અવકાશયાત્રીઓને ઓવરટાઇમ પગાર મળ્યો નથી
અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોર તાજેતરમાં જ 9 મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી પરત ફર્યા છે. આ અવકાશયાત્રીઓ માત્ર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને 9 મહિના સુધી અવકાશમાં જ રહેવું પડ્યું. આ પછી, હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, મને ખબર નહોતી કે અવકાશયાત્રીઓને અવકાશમાં વિતાવેલા વધારાના દિવસો માટે ઓવરટાઇમ પગાર મળ્યો નથી. તેમણે કહ્યું, હું મારા ખિસ્સામાંથી અવકાશયાત્રીઓને પૈસા આપીશ.
ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે મને ખબર નથી કે નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર વધુ રોકાવા માટે ઓવરટાઇમ પગાર મળ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે તેઓ અવકાશયાત્રીઓ માટે ઓવરટાઇમ ખર્ચ ઉઠાવી શકે છે.
આ પણ વાંચો : PM મોદી શ્રીલંકાની મુલાકાતે જશે, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા
તેઓ દરરોજના 5 ડોલરના હકદાર
વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, ફોક્સ ન્યૂઝના પીટર ડુસીએ ડોનાલ્ડ ટ્રમ્પને માહિતી આપી કે અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર તેમના લાંબા રોકાણ માટે ઓવરટાઇમ પગાર મળ્યો નથી, જો કે, તેઓને $5 પ્રતિ દિવસનો ઓવરટાઇમ પગાર મળવો જોઈએ. 286 દિવસ માટે તેમને કુલ $1,430 (રૂ. 1,22,980) આપવા જોઈએ.
હું મારા ખિસ્સામાંથી તેમને પૈસા આપીશ : ટ્રમ્પ
આ માહિતી મળ્યા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોઈએ મને આ વિશે જાણ કરી ન હતી. જો જરૂર પડશે તો હું મારા ખિસ્સામાંથી તેમને પૈસા આપીશ. તેઓએ જે સહન કર્યું છે તે જોતાં આ કોઈ મોટી વાત નથી. ત્યારબાદ ટ્રમ્પે અવકાશયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર, નિક હેગ અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવને પૃથ્વી પર પાછા લાવવા બદલ સ્પેસએક્સના એલોન મસ્કનો આભાર માન્યો. આ બધા અવકાશયાત્રીઓ બુધવારે વહેલી સવારે સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનમાં બેસીને પૃથ્વી પર પાછા ફર્યા છે.
આ પણ વાંચો : Pakistan : પેશાવરમાં નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ,અનેક લોકોના મોતની આશંકા