South Africa Bus Accident: બસ પલટી જતાં 12 લોકોના કમકમાટી ભર્યા મોત
દક્ષિણ આફ્રિકામાં દુ:ખદ અકસ્માત
એક બસ પલટી જતાં 12 લોકોના મોત
અકસ્માતમાં 45 લોકો ઘાયલ થયા
South Africa Bus Accident: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં(Johannesburg) એક દુ:ખદ અકસ્માત (South Africa Bus Accident)થયો છે. અહીં હાઇવે પર એક બસ પલટી જતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 45 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. માહિતી મળ્યા બાદ, ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.
એરપોર્ટ નજીક અકસ્માત
એકુરહુલેની શહેરના કટોકટી વ્યવસ્થાપન પ્રવક્તા વિલિયમ ન્થલાડીએ જણાવ્યું હતું કે કટોકટી ટીમ બસને સીધી કરવાનું કામ કરી રહી છે જેથી જોઈ શકાય કે કોઈ અન્ય પીડિતો બસ નીચે ફસાયેલા છે કે નહીં. આ અકસ્માત જોહાનિસબર્ગના મુખ્ય ઓઆર ટેમ્બો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક હાઇવે પર થયો હતો.
આ પણ વાંચો -Pakistan Train Hijack: અથડામણમાં 6 સૈનિકાના મોત
પોલીસ તપાસ કરી રહી છે
બસ જોહાનિસબર્ગની પૂર્વમાં આવેલા કેટલેહોંગ ટાઉનશીપના લોકોને લઈ જઈ રહી હતી. અકસ્માત સ્થળેથી 9 પુરુષો અને 3 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે. નાથલાદીએ કહ્યું કે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા લોકોમાં ડ્રાઈવર પણ હતો. આ અકસ્માતમાં અન્ય કોઈ વાહનો સામેલ નહોતા અને અધિકારીઓએ હજુ સુધી તેનું કારણ નક્કી કર્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે.