ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Russia Ukraine War: વ્લાદિમીર પુતિનનું ટુંક સમયમાં મોત! ઝેલેન્સ્કીના નિવેદનથી મચ્યો હડકંપ

રશિયા યુક્રેન વચ્ચે લાંબો સમયથી યુદ્ધ યથાવત યુક્રેનના રાષ્ટ્રપતિનું એક મોટું નિવેદન સામે આવ્યું વ્લાદિમીર પુતિનનું ટુંક સમયમાં મૃત્યુ થશે. Russia Ukraine War:રશિયા યુક્રેન વચ્ચે લાંબો સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન શાંતિ કરાર માટે તૈયાર થઈ ગયું છે....
03:36 PM Mar 27, 2025 IST | Hiren Dave
રશિયા યુક્રેન વચ્ચે લાંબો સમયથી યુદ્ધ યથાવત યુક્રેનના રાષ્ટ્રપતિનું એક મોટું નિવેદન સામે આવ્યું વ્લાદિમીર પુતિનનું ટુંક સમયમાં મૃત્યુ થશે. Russia Ukraine War:રશિયા યુક્રેન વચ્ચે લાંબો સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન શાંતિ કરાર માટે તૈયાર થઈ ગયું છે....
featuredImage featuredImage
Volodymyr Zelenskyy

Russia Ukraine War:રશિયા યુક્રેન વચ્ચે લાંબો સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન શાંતિ કરાર માટે તૈયાર થઈ ગયું છે. પરંતુ રશિયાએ કેટલીક શરતો મુકી છે. યુરોપિયન યુનિયનના દેશોએ યુક્રેન મામલે એક બેઠક બોલાવી છે જેમાં શાંતિ કરારની શરતો પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે વ્લાદિમીર પુતિનનું ટુંક સમયમાં મૃત્યુ થશે.

વ્લાદિમીર પુતિનની તબિયત ખરાબ !

કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્લાદિમીર પુતિનની (Vladimir Putin Health)તબિયત ખરાબ છે. પશ્ચિમી મીડિયાએ એક તસવીર પણ શેર કરી છે જેમાં દેખાઈ રહ્યું છે કે વ્લાદિમીર પુતિનની VladimirPutin તબિયત સારી નથી. તેમણે એક ટેબલને એક હાથથી ખૂબ મજબૂતી સાથે પકડી રાખ્યું છે. આ તસવીરના આધારે તેમના સ્વાસ્થ્યને લઈને અનેક દાવાઓ થઈ રહ્યા છે. આ અહેવાલોના આધારે વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમનું મોત થશે.

આ પણ  વાંચો -દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને ચોથા સંતાનનું સ્વાગત કર્યું, નામ રાખ્યું 'હિંદ'

ઝેલેન્સકીએ રશિયા પર આરોપ લગાવ્યો

પેરિસમાં મીડિયા સાથે વાત કરતા, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શાંતિ પ્રયાસો છતાં રશિયા પર 'સંઘર્ષને લંબાવવા'નો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું, 'રશિયા ઇચ્છે છે કે આ યુદ્ધ ચાલુ રહે, તે તેને લંબાવી રહ્યું છે.' આપણે રશિયા પર દબાણ લાવવાની જરૂર છે જેથી યુદ્ધ ખરેખર સમાપ્ત થાય.

 

આ પણ  વાંચો -Donald Trump new Tariff Policy : US માં કાર ખરીદવી મોંઘી થશે

શાંતિ કરારની શરતો એકલું રશિયા નક્કી ન કરી શકે :યુક્રેન

વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે અમેરિકાના પ્રેશરમાં કોઈ શરત વિના રશિયા શાંતિ કરાર માટે તૈયાર થઈ જશે. અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ રશિયા સતત અમારી પર હુમલો કરી રહ્યું છે. તેઓ સામાન્ય નાગરિકોને પણ છોડી રહ્યા નથી. શાંતિ કરારની શરતો એકલું રશિયા નક્કી ન કરી શકે.

Tags :
AmericaPutin deathPutin will die soonrussiaRussia-Ukraine-WarukraineVladimir PutinVolodymyr Zelenskyy