Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russia-Ukraine War : ટ્રમ્પે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત,આ મુદ્દા પર થઈ ચર્ચા

ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત વ્હાઇટ હાઉસએ ટ્વિટર પોસ્ટ શેર કરી ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે વાત કરી હતી Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે  Russia-Ukraine Warચાલી રહેલ યુદ્ધ હવે બંધ થશે કે કેમ તે જાણવાની દરેક વ્યક્તિ...
russia ukraine war   ટ્રમ્પે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત આ મુદ્દા પર થઈ ચર્ચા
Advertisement
  • ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત
  • વ્હાઇટ હાઉસએ ટ્વિટર પોસ્ટ શેર કરી
  • ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે વાત કરી હતી

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે  Russia-Ukraine Warચાલી રહેલ યુદ્ધ હવે બંધ થશે કે કેમ તે જાણવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Trump ) તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ યુદ્ધનો અંત લાવશે અને તેમના વચન મુજબ, તેઓ રશિયા અને યુક્રેન સાથે એક પછી એક વાતચીત કરી રહ્યા છે. મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી, તો બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Zelensky)પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.જેમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે ઝેલેન્સકી સાથે "રશિયા અને યુક્રેનની વિનંતીઓ અને જરૂરિયાતો અનુસાર યુદ્ધવિરામ વિશે વાત કરી હતી.

Advertisement

ટ્રમ્પે કહ્યું શું થયું

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કર્યું, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ખૂબ જ સારી ફોન વાતચીત થઈ.જે લગભગ એક કલાક ચાલી મોટાભાગની ચર્ચા ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે થયેલા મારા ફોન કોલ પર આધારિત હતી,જેનો ઉદ્દેશ્ય રશિયા અને યુક્રેન બંનેને તેમની વિનંતીઓ અને જરૂરિયાતોના સંદર્ભમાં નજીક લાવવાનો હતો અમે સંપૂર્ણપણે ટ્રેક પર છીએ અને હું સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝને ચર્ચા કરાયેલા મુદ્દાઓનું ચોક્કસ નિવેદન આપવા માટે કહીશ.તે નિવેદન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

Advertisement

Advertisement

અગાઉ,વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્કેવિનોએ ટ્વિટર પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો અને ત્યારબાદ ઝેલેન્સકીના પ્રવક્તા સેર્ગેઈ નિકિયાફોરોવે પત્રકારોને જણાવ્યું હતું કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઓવલ ઓફિસથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન વાતચીત કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે વાત કરી

રશિયન રાષ્ટ્રપતિ પુતિન મંગળવારે યુક્રેનિયન ઉર્જા સુવિધાઓ પર હુમલાઓ પર કામચલાઉ રોક લગાવવા સંમત થયા હતા પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્થાયી શાંતિ કરાર તરફના પગલા તરીકે પ્રસ્તાવિત સંપૂર્ણ 30 દિવસના યુદ્ધવિરામને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, મર્યાદિત યુદ્ધવિરામની (Russia-Ukraine War) જાહેરાત થયાના થોડા કલાકો પછી, બુધવારે મોસ્કો અને કિવએ એકબીજા પર હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો જેનાથી માળખાગત સુવિધાઓને નુકસાન થયું.

આ પણ  વાંચો -Trump-Putin ની ફોન પર વાતચીત,રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત?

ટ્રમ્પ અને પુતિન વચ્ચે શું થઈ હતી વાતચીત?

ટ્રમ્પ ઘણા વખતથી કહી રહ્યા છે કે, પુતિન તેમના પ્રસ્તાવથી ખુશ છે. જોકે બીજીતરફ એવું કહેવાય છે કે, ટ્રમ્પે જ્યારે ફોન કર્યો ત્યારે પુતિને તેમને એક કલાક સુધી રાહ જોવડાવી હતી. ત્યારબાદ ટ્રમ્પે પુષ્ટિ પણ કરી કે, તેમની અને પુતિન વચ્ચે વાત થઈ છે અને તેઓ શાંતિ ઈચ્છે છે.

આ પણ  વાંચો -જાણો સુનીતા વિલિયમ્સની વાપસી પર એલન મસ્કે શું કહ્યું ?

યુક્રેનના રાષ્ટ્રપતિની શું માંગણી છે?

ક્રેમલિને બુધવારે કહ્યું હતું કે, મંગળવારે પુતિન-ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થયા બાદ યુક્રેનના ઊર્જા પ્લાન્ટો પર હુમલાઓ અટકાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત યુક્રેન તરફ ઝીંકવામાં આવેલા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. બીજીતરફ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘પુતિનના શબ્દો પૂરતા નથી અને યુક્રેન ઊર્જા પ્લાન્ટોની યાદી આપશે. તેથી અમને આશા છે કે, અમેરિકા અને સાથી દેશોની નજર હેઠળ અમારા ઊર્જા પ્લાન્ટોની દેખરેખ રાખવામાં આવશે. તેઓ ઈચ્છે છે કે, સંપૂર્ણ યુદ્ધવિરામ થાય, પરંતુ પુતિનની શરતો મુજબ યુદ્ધવિરામ ઈચ્છતા નથી

Tags :
Advertisement

.

×