Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વના નેતાઓની સાથે PM નરેન્દ્ર મોદીએ હિરોશિમા પીસ મેમોરિયલ ખાતે આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 આમંત્રિત દેશોના નેતાઓ સાથે રવિવારે જાપાનના હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 આમંત્રિત દેશોના નેતાઓ સાથે...
01:42 PM May 21, 2023 IST | Hiren Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 આમંત્રિત દેશોના નેતાઓ સાથે રવિવારે જાપાનના હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 આમંત્રિત દેશોના નેતાઓ સાથે રવિવારે જાપાનના હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. PM મોદી ગ્રુપ ઓફ સેવન (G7) સમિટમાં ભાગ લેવા માટે જાપાનમાં છે. વડાપ્રધાન તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાના આમંત્રણ પર પૂર્વ એશિયાઈ દેશની મુલાકાતે છે

શક્તિશાળી જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે જાપાન G7 સમિટનું આયોજન કરી રહ્યું છે. PM મોદી 19 થી 21 મે દરમિયાન G7 સમિટ માટે હિરોશિમામાં છે

હિરોશિમા પીડિતોની સ્મૃતિને શ્રદ્ધાંજલિ, એમઇએના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી તેમના દિવસની શરૂઆત પીસ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લઈને કરી હતી, જ્યાં તેઓ દસ્તાવેજીકૃત પ્રદર્શનોનું અવલોકન કર્યુ અને મુલાકાતીઓની પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ શનિવારે તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ ભારતના G20 પ્રેસિડેન્સી અને જાપાનના G7 પ્રેસિડેન્સીના ફોકસ વિસ્તારો પર પણ ચર્ચા કરી હતી

વડાપ્રધાન મોદીએ શનિવારે તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ ભારતના G20 પ્રેસિડેન્સી અને જાપાનના G7 પ્રેસિડેન્સીના ફોકસ વિસ્તારો પર પણ ચર્ચા કરી હતી

 

 

Tags :
G-7 SummithiroshimaInternationalpm modi
Next Article