PM મોદી શ્રીલંકાની મુલાકાતે જશે, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા
- PM મોદી 5 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે
- દિસાનાયકેએ સંસદમાં મોદીની મુલાકાતની જાહેરાત કરી
- મોદી બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટનો ભાગ બનશે
PM Modi will visit Sri Lanka : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે. દેશના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે શુક્રવારે પીએમ મોદીની મુલાકાતની જાહેરાત કરી. રાષ્ટ્રપતિએ સંસદમાં એમ પણ કહ્યું કે પૂર્વ બંદર જીલ્લા ત્રિંકોમાલીમાં સોમપુર પાવર પ્લાન્ટ (Sampur Power Plant)નું નિર્માણ કાર્ય પીએમ મોદીની મુલાકાત સમયે શરૂ થશે.
PM મોદી થાઇલેન્ડની મુલાકાતે જશે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે શુક્રવારે માહિતી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લેશે. શ્રીલંકાના મીડિયા Adderana.lkના સમાચાર મુજબ, દિસાનાયકેએ સંસદમાં તેમના સંબોધન દરમિયાન પીએમ મોદીની મુલાકાતની તારીખની જાહેરાત કરી હતી. પીએમ મોદી સૌપ્રથમ 2 થી 4 એપ્રિલ દરમિયાન થાઇલેન્ડની મુલાકાતે જશે. જ્યાં તેઓ બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટનો ભાગ બનશે અને ત્યારબાદ તેઓ શ્રીલંકા જશે.
કરાર પર હસ્તાક્ષર
વિદેશ મંત્રી વિજિતા હેરાથે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે પીએમ મોદી 2024માં રાષ્ટ્રપતિ દિસાનાયકેની દિલ્હી મુલાકાત દરમિયાન થયેલા કરારોને અંતિમ સ્વરૂપ આપવા કોલંબોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિએ સંસદને એમ પણ જણાવ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત દરમિયાન પૂર્વીય બંદર જિલ્લામાં ત્રિંકોમાલીમાં સમપુર પાવર પ્લાન્ટનું બાંધકામ શરૂ થશે. આરોગ્ય મંત્રી નલિન્દા જયથિસ્સાએ જણાવ્યું હતું કે શ્રીલંકા અને ભારતે ગયા મહિને ત્રિંકોમાલીમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચો : Pakistan : પેશાવરમાં નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ,અનેક લોકોના મોતની આશંકા
કયા મુદ્દાઓ પર ચર્ચા થશે
સ્વાસ્થ્ય મંત્રી નલિંદા જયથિસ્સાએ જણાવ્યું હતું કે, શ્રીલંકા સરકાર અને ભારત સરકાર વચ્ચે ત્રિંકોમાલીના સોમપુરમાં 50 મેગાવોટ (ફેઝ 1) અને 70 મેગાવોટ (ફેઝ 2) ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે એક કરાર થયો છે. સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ અને સંચાલન સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) દ્વારા કરવામાં આવશે. આ બંને સરકારો વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દિસાનાયકે ક્યારે ભારતની મુલાકાત લીધી હતી?
શ્રીલંકામાં, 2024 માં સપ્ટેમ્બર મહિનામાં દેશનો કાર્યભાર સંભાળ્યા પછી, રાષ્ટ્રપતિ દિસાનાયકે ડિસેમ્બર 2024 માં ભારતની મુલાકાત લીધી. ભારતની મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદીને મળ્યા હતા. બંને દેશોના નેતાઓએ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
PM મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા રોકાણ અને વ્યાપારી સંબંધોને વધારવા માટે પાવર ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટિ-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન સ્થાપિત કરશે. ભારતની મુલાકાત દરમિયાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિદેશ મંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળ્યા હતા.
આ પણ વાંચો : ઇટાલીમાં એક નવી શરૂઆત, AI દ્વારા લખાયું સંપૂર્ણ અખબાર