PM મોદીને મળ્યું મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન, આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય
- નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન
- આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય
- 20 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે
PM Narendra Modi Mauritius Visit:મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક (PM Modimauritiusvisit)સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ Rન્ડિયન ઓશન' એનાયત કરવાની જાહેરાત કરી. પીએમ મોદી મોરેશિયસનું સર્વોચ્ચ (PM Modimauritius)સન્માન મેળવનારા પહેલા ભારતીય બન્યા છે. રામગુલામે પોર્ટ લુઇસમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી.
20 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે
પ્રધાનમંત્રી મોદી આજે બે દિવસની રાજ્ય મુલાકાતે મોરેશિયસ પહોંચ્યા, જ્યાં રામગુલામ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બંને નેતાઓએ એરપોર્ટ પર એકબીજાનું ઉષ્માભર્યું આલિંગન કરીને સ્વાગત કર્યું. બુધવારે મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વડા પ્રધાન મુખ્ય મહેમાન બનશે. આ સમારોહમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા 20 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. આ સિવાય તેઓ ટાપુ રાષ્ટ્રમાં લોકશાહીને મજબૂત બનાવવાના હેતુથી નવા મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરશે.
આ પણ વાંચો -Pakistan Train Hijacked મામલે પાકિસ્તાનના PMએ કહ્યું-"આતંકવાદે ફરી માથું ઉંચક્યું"
PM મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલને મળ્યા. આ સમયગાળા દરમિયાન, તેમને મોરેશિયસના રાષ્ટ્રપતિને ઘણી વસ્તુઓ ભેટમાં આપી છે, જેમાં મહાકુંભના સંગમનું પાણી અને સુપર ફૂડ મખાનાનો સમાવેશ થાય છે. આ સિવાય પીએમએ રાષ્ટ્રપતિની પત્ની વૃંદા ગોખૂલને બનારસી સિલ્ક સાડી પણ ભેટમાં આપી.
'દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા પર ચર્ચા'
મોરેશિયસના રાષ્ટ્રપતિને મળ્યા બાદ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે 'રાષ્ટ્રપતિ ધરમબીર ગોખૂલ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ. તે ભારત અને ભારતીય સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જોડાવા માટે મને આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરી.બીજા એક ટ્વીટમાં, પીએમએ કહ્યું કે, મોરેશિયસના સ્ટેટ હાઉસમાં આયુર્વેદિક ગાર્ડન બનાવવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. મને એ વાતનો પણ આનંદ છે કે મોરેશિયસમાં આયુર્વેદની લોકપ્રિયતા વધી રહી છે. પ્રમુખ ધરમબીર ગોખૂલ અને મેં આયુર્વેદિક ગાર્ડનની મુલાકાત લીધી, જેનાથી મને તેને પ્રત્યક્ષ જોવાની તક મળી.
આ પણ વાંચો -PM મોદીનું મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત, રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે
PM મોદી 10 વર્ષ પછી પહોંચ્યા મોરેશિયસ
પીએમ મોદી 10 વર્ષ પછી મોરેશિયસની મુલાકાતે પહોંચ્યા છે. આ પહેલા પીએમ મોદી માર્ચ 2015માં મોરેશિયસની મુલાકાતે ગયા હતા. તે સમયે પણ પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. મોરેશિયસ અને ભારતનો જૂનો સંબંધ રહ્યો છે. અહીંની કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકો ભારતીય મૂળના છે.