કેનેડામાં મંદિર પર થયેલા હુમલા મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા, કહ્યું - હિંસાના આવા કૃત્યો...
- કેનેડા સરકારને પીએમ મોદીએ આકરા શબ્દોમાં ટકોર કરી
- હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી નહીં શકેઃ મોદી
- રવિવારે હિંદૂ મંદિર પર ખાલિસ્તાનીઓએ કર્યો હતો હુમલો
Attack on Hindu Temple in Canada: કેનેડામાં હિંદૂ મંદિર પર થયેલા હુમલા (Attack)ને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ આ હુમલાની નિંદા કરી અને કેનેડા સરકારને આકરા શબ્દોમાં ટકોર કરી છે. કેનેડામાં અત્યારે હિંદૂઓ પર અત્યાચાર વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, રવિવારે બ્રામ્પટન શહેરના એક હિંદુ મંદિર (Hindu Temple) માં ખાલિસ્તાની સમર્થકોએ બિનકાયદેસર પ્રવેશ કરીને શ્રદ્ધાળુઓના સમૂહને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેની અત્યારે પીએમ મોદીએ આકરા શબ્દોમાં નિંદા કરી છે.
પીએમ મોદીએ હુમલાની આકરા શબ્દોમાં કરી નિંદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ-પોસ્ટમાં કહ્યું કે, 'હું કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વક કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકશે નહીં. અમે આશા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાયની ખાતરી કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે.’
આ પણ વાંચો: Canada : બ્રામ્પટન મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ, પૂજારીએ એક થવા કરી હાંકલ
મંદિર પર હુમલાના અનેક વીડિયો થયા છે વાયરલ
નોંધનીય છે કે, બ્રામ્પટન (brampton) શહેરમાં કેટલાક ખાલિસ્તાનિઓએ હિંદૂ મંદિર (Hindu Temple) પર હુમલો કર્યો હતો. આ ઘટનાના અનેક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, કેનેડાના સાંસદો સહિત અનેક લોકોએ પણ આ વીડિયો શેર કરીને ઘટનાની નિંદા કરી હતી. જેમાં લોકોનું એક જૂથ હિંદૂ સભા મંદિરની બહાર ભક્તો પર લાકડીઓ વડે હુમલો કરતા જોવા મળ્યા છે. હિંદૂ મંદિર પર હુમલા બાદ તરત જ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીઓ મંદિરમાં જનારાઓનો સામનો કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Canada : હિન્દુ મંદિર પર હુમલા અંગે Justin Trudeau એ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
શું આ મામલો કોઈ કાર્યવાહી કરવામાં આવશે?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'અમે બ્રામ્પટન, ઓન્ટારિયોમાં હિન્દુ સભા મંદિરમાં ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરીએ છીએ.’ વિદેશ મંત્રાલયે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની કેનેડા (Canada)ની સરકારને તેની ધરતી પરના ધાર્મિક સ્થળોને આવા હુમલાઓથી બચાવવા હાકલ કરી હતી.
આ પણ વાંચો: Pakistan : કરાચીમાં દિવાળીની ધમાકેદાર ઉજવણી, જુઓ Video