Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાંગ્લાદેશમાં ટ્રમ્પની જીતની ઉજવણી કરનાર લોકોને પોલીસે માર્યો ઢોર માર

Bangladesh Donald Trump Victory parade : બાંગ્લાદેશમાં હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો પર સુરક્ષા દળોએ ક્રૂરતા વર્તી હતી
બાંગ્લાદેશમાં ટ્રમ્પની જીતની ઉજવણી કરનાર લોકોને પોલીસે માર્યો ઢોર માર
Advertisement
  • ટ્રમ્પ બાંગ્લાદેશમાં લઘુમતી પર અત્યાચારની કરી ચુક્યા છે ટીકા
  • ટ્રમ્પની જીતની ઉજવણી કરનારને પોલીસે પકડી પકડીને માર્યા
  • રેલીને અટકાવીને તેમના હાથોમાંથી બેનરો લઇને લાઠીચાર્જ કર્યો

Bangladesh Donald Trump Victory parade : બાંગ્લાદેશમાં હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો પર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય જગતમાં ચકચાર મચી ગઇ છે. બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી પર થઇ રહેલા હુમલાની નિંદા કર્યાના થોડા જ દિવસો બાદ, ટ્રમ્પ સમર્થકો દ્વારા આયોજિત ઉજવણીની રેલીને પોલીસ ઢાકા અને અન્ય શહેરોમાં અટકાવી હતી.

આ પણ વાંચો :Ahmedabad: ગાંજાની હેરાફેરી કરતા બે યુવકોને ચાંદખેડા પોલીસે દબોચ્યા, 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

ઢાકા સહિતના શહેરોમાં ટ્રમ્પની જીતની ઉજવણી

India Today ના રિપોર્ટ અનુસાર સાંજે ઢાકા અને અન્ય શહેરોમાં ટ્રમ્પની જીતની ઉજવણી કરવા માટે અનેક સમુહો એક સ્થળ પર એકત્ર થયા હતા. આ સમુહોએ ટ્રમ્પને સમર્થનમાં બેનર અને પોસ્ટર પ્રદર્શિત કર્યા, જેના પર લખ્યું હતું, મિસ્ટર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને બાંગ્લાદેશ તરફથી પ્રેમ. જો કે પોલીસે તુરંત જ કાર્યવાહી કરતા આ બેનરોને જપ્ત કરીને પરેડને અટકાવી દીધી હતી.

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે લઘુમતી અંગે આપ્યું હતું નિવેદન

બાંગ્લાદેશી સેના અને પોલીસે મોડી રાત્રે દરોડા પણ પાડ્યા હતા. જેમાં અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. ઇન્ડિયા ટુડેના અનુસાર ધરપકડ કરાયેલા લોકો સાધારણ નાગરિક હતા અને કોઇ રાજનીતિક દળસાથે કોઇ સંબંધ નહોતો. બાંગ્લાદેશમાં ટ્રમ્પના પ્રતિ સમર્થનની લહેર તેમના હાલની ટિપ્પણીઓ બાદ આવી જેમાં તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઇ રહેલી હિંસાની આકરી નિંદા કરી હતી. ટ્રમ્પના અનુસાર બાંગ્લાદેશમાં હિંદુઓ, ક્રિશ્ચિયન અને અન્ય લઘુમતી વિરુદ્ધ થઇ રહેલી ક્રૂરતાની હું નિંદા કરુ છું, જે સંપુર્ણ અરાજકતાની સ્થિતિમાં છે. આ મારી દેખરેખ હેઠળ ક્યારે પણ ન થયું હોત .

બાંગ્લાદેશ સરકારની પ્રતિક્રિયા

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર, મોહમ્મદ યુનુસે ટ્રમ્પને તેમની ચૂંટણીમાં જીત પર એક શુભકામના સંદેશ મોકલ્યો. યુનુસે પોતાના પત્રમાં બાંગ્લાદેશની શાંતિ અને સમાવેશિતાની પ્રતિબદ્ધતાની નેમ વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે ટ્રમ્પની મદદ માંગી હતી. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ એક શાંતિપુર્ણ અને સમાવેશ સમાજના નિર્માણ પ્રત્યે સમર્પિત છે.

આ પણ વાંચો :INDvsSA T20 LIVE SCORE: 100 રનમાં જ ભારતની અડધી ટીમ OUT

Tags :
Advertisement

.

×