Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hindu Temple: અબુ ધાબીમાં હિંદુ મંદિરને લઈ પાકિસ્તાનીઓ બોખલાયા

Hindu Temple: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અબૂ ધાબીમાં પહેલા અને ભવ્ય હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. PM મોદીએ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મંદિરને બનાવવાની મંજૂરી આપવા બદલ UAEના રાષ્ટ્રપતિની પણ પ્રશંસા કરી હતી. ભારત અને યુએઈના લોકો મંદિરના...
08:52 AM Feb 16, 2024 IST | VIMAL PRAJAPATI
Hindu temple

Hindu Temple: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અબૂ ધાબીમાં પહેલા અને ભવ્ય હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. PM મોદીએ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મંદિરને બનાવવાની મંજૂરી આપવા બદલ UAEના રાષ્ટ્રપતિની પણ પ્રશંસા કરી હતી. ભારત અને યુએઈના લોકો મંદિરના નિર્માણથી ખુશ છે, પરંતુ પાકિસ્તાનના લોકોએ આ મુદ્દે છાતી પીટવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય સહિત અન્ય લઘુમતીઓની હાલત પહેલેથી જ ખરાબ છે. હવે UAEમાં મંદિર બનાવવાની વાત પાકિસ્તાનીઓના ગળામાંથી ઉતરી રહી નથી. આ જ કારણ છે કે પડોશી દેશોના લોકો હવે પાણી પીને યુએઈને કોસવા લાગ્યા છે.

પાકિસ્તાનીએ યુએઈમાં હિંદુ મંદિરને લઈને પ્રતિક્રિયા આપી

પાકિસ્તાનમાં લોકો અત્યારે અબૂધાબીમાં બનેલા હિંદુ મંદિરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાકિસ્તાનમાં એક પણ વ્યક્તિ એવી નથીં મળી કે જેણે મંદિરનો વિરોધ ના કર્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો એક વ્યક્તિએ કહ્યું કે, ‘આ યોગ્ય નથી, ત્યાં મંદિર ના બનાવવું જોઈએ. તેનાથી ઈસ્લામને નુકસાન થાય છે.’ તો બીજા એક વ્યક્તિએ કહ્યું કે, ‘મુસ્લિમ દેશ તરીકે યુએઈએ આવું ના કરવું જોઈએ. તેમને ઇસ્લામ માટે વધારેમાં વધારે યોગદાન આપવું જોઈએ.’

મુસ્લિમોએ આ મંદિરનો વિરોધ કરવો જોઈએ

વધુમાં વાત કરીએ તો એક પાકિસ્તાનીએ કહ્યું કે, ‘જો મોદી અહીં (UAE) આવે. આ એક સમૃદ્ધ દેશ છે તેથી શક્ય છે કે ત્યાં પણ ભારત માતાના નારા લાગશે. મુસ્લિમોએ આનો વિરોધ કરવો જોઈએ. ત્યાં મંદિર બનાવવાનો હેતુ શું છે?’ તો એક પાકિસ્તાની મહિલાએ મંદિર બાબતે કહ્યું કે, UAE માં આપણો મુસ્લિમ સમુદાય છે તેમણે મંદિરનો વિરોધ કરવો જોઈએ. પહેલા તો આપણે આપણું મૂલ્ય બનાવવું જોઈએ. ત્યારે જ લોકો આપણી વાત સાંભળશે. અમારે UAE સાથે સંબંધો બનાવવાની જરૂર છે. આ દરમિયાન વધુ એક પાકિસ્તાનીએ કહ્યું કે, ‘યુએઈમાં મંદિર બનવું એકદમ ખોટૂં છે. તે એક ઈસ્લામિક દેશ છે. ભારતીયોના દિલમાંથી અલ્લાહનો ડર નીકળી ગયો છે. મોદીનું આ રીતે સ્વાગત ના કરવું જોઈએ.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Abu Dhabi બાદ હવે આ મુસ્લિમ દેશમાં બનશે હિંદુ મંદિર, ટૂંક સમયમાં શરૂ થશે કામ…

Tags :
Abu Dhabi Hindu TempleBAPS Hindu TempleGujarai NewsHindu templehindu temple in abu dhabiInternational NewsUAE Hindu Temple
Next Article