Pakistan Bomb Blast: પાકિસ્તાનના વઝીરીસ્તાનમાં ભયાનક બ્લાસ્ટ, 7ના મોત અનેક લોકો ઘાયલ
Pakistan Bomb Blast: પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાંથી વિસ્ફોટના (pakistan Bomb Blast)સમાચાર આવ્યા છે. આ વિસ્ફોટમાં સાત (Bomb Blast)લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક શાંતિ સમિતિની બેઠક દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટમાં વાના બજારમાં સ્થિત શાંતિ સમિતિનું કાર્યાલય સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અનેક લોકો કાટમાળમાં ફસાયેલા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 4 ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
શાંતિ સમિતિના કાર્યાલયને નિશાન બનાવાયું
ડેઇલી ટાઇમ્સના અહેવાલ અનુસાર દક્ષિણ વઝીરિસ્તાનના વાના વિસ્તારમાં સ્થાનિક શાંતિ સમિતિના સભ્યના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવેલા ઘાતક વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને 15 થી વધુ ઘાયલ થયા. વિસ્ફોટને કારણે ઓફિસ ધરાશાયી થઈ ગઈ અને ત્યાં હાજર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. સ્થાનિક રહેવાસીઓ સાથે બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલો અને મૃતકોને બચાવી લીધા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
આ પણ વાંચો-Pahalgam Terror Attack અંગે છલકાયું CM Omar Abdullah નું દર્દ
હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ હજુ સુધી હુમલાખોરો કે વિસ્ફોટમાં વપરાયેલા વિસ્ફોટકો વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. પોલીસે જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે અને અધિકારીઓ ગુનેગારોને શોધી રહ્યા છે.
આ પણ વાંચો-નવાઝ શરીફે પાક.ના PMને આપી સલાહ, 'ભારત સાથે યુદ્ધ ના કરતા નહીં તો....'
વઝીરિસ્તાનની મસ્જિદમાં IED વિસ્ફોટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા માર્ચ મહિનામાં પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં IED વિસ્ફોટ થયો હતો. જેમાં JUI જિલ્લાના વડા અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરાએ જણાવ્યું હતું કે, આઝમ વારસક બાયપાસ રોડ પર આવેલી મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં બપોરે 1:45 વાગ્યે એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થયો હતો. જે મસ્જિદના પ્લેટફોર્મ પર લગાવવામાં આવ્યો હતો. આ હુમલામાં JUI સાથે સંકળાયેલા અન્ય ત્રણ લોકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.