Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમારી દોસ્તી અગાઉ થી વધુ મજબૂત, Biden ના ટ્વિટ પર PM Modi એ શું કહ્યું,જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)તેમના 9 વર્ષના કાર્યકાળમાં અમેરિકાની (America) પ્રથમ સરકારી મુલાકાતેથી પરત ફર્યા છે. આ પ્રવાસ બંને દેશો માટે ઘણી રીતે ખાસ રહ્યો છે. તે જ સમયે, પીએમની મુલાકાત સમાપ્ત થયા પછી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વિટ કર્યું...
અમારી દોસ્તી અગાઉ થી વધુ મજબૂત   biden ના ટ્વિટ પર pm modi એ શું કહ્યું જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)તેમના 9 વર્ષના કાર્યકાળમાં અમેરિકાની (America) પ્રથમ સરકારી મુલાકાતેથી પરત ફર્યા છે. આ પ્રવાસ બંને દેશો માટે ઘણી રીતે ખાસ રહ્યો છે. તે જ સમયે, પીએમની મુલાકાત સમાપ્ત થયા પછી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેની મિત્રતા વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે અને તે પહેલા કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે

Advertisement

તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમેરિકી રાષ્ટ્રપતિના ટ્વીટનો જવાબ આપ્યો છે. તેણે ટ્વીટ કર્યું કે હું રાષ્ટ્રપતિ જો બિડેન સાથે સહમત છું. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેનું બળ છે. મારી તાજેતરની મુલાકાત અમારા સંબંધોને વધુ મજબૂત કરશે.

Advertisement

વડાપ્રધાન મોદી ભારત પહોંચ્યા

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પહોંચી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના સાંસદો સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને ભારત અને અમેરિકાના સંબંધોને લઈને એક ટ્વિટ કર્યું છે.

ભારત-યુએસ મિત્રતા

તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ભારત અને અમેરિકાની મિત્રતા વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ છે. તે પહેલા કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે. પોતાના ટ્વિટમાં તેમણે પીએમ મોદી સાથે તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન વિતાવેલી પળોનો વીડિયો પણ શેર કર્યો છે.

હું સંપૂર્ણપણે સંમત છું : PM

તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાયડેનના ટ્વિટ પર સહમત થતા ટ્વિટ કર્યું. તેણે કહ્યું કે હું બાયડેન સાથે સંપૂર્ણપણે સંમત છું. પીએમએ કહ્યું કે ભારત અને અમેરિકાની મિત્રતા વૈશ્વિક કલ્યાણ માટેનું બળ છે.

આપણ  વાંચો -કમાને ઘરે જાવું ગમતું નથી એ ગીત ખરેખર સાચું પડ્યું,, કિર્તીદાન અને કમાની જોડી દુબઈમાં જમાવશે ડાયરાનો રંગ

Tags :
Advertisement

.