Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

“હવે અમને કોઈ નહીં રોકી શકે” Benjamin Netanyahu એ આપી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી

બેંઝામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં જાહેર કર્યો અમે હમાસના નેતા યહ્યા સિનેવારને ખતમ કરી દીધોઃ નેતન્યાહૂ હવે ઈરાનના બાકીના આતંકવાદી જૂથોને પણ ખતમ કરીશુંઃ નેતન્યાહૂ Benjamin Netanyahu: ઇધરાયલ હવે ઇરાન સામે મોટો હુમલો કરી શકે છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન...
“હવે અમને કોઈ નહીં રોકી શકે” benjamin netanyahu એ આપી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી
  1. બેંઝામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં જાહેર કર્યો
  2. અમે હમાસના નેતા યહ્યા સિનેવારને ખતમ કરી દીધોઃ નેતન્યાહૂ
  3. હવે ઈરાનના બાકીના આતંકવાદી જૂથોને પણ ખતમ કરીશુંઃ નેતન્યાહૂ

Benjamin Netanyahu: ઇધરાયલ હવે ઇરાન સામે મોટો હુમલો કરી શકે છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂએ સખત શબ્દોમાં ધમકી આપી છે. બેંઝામિન નેતન્યાહૂએ શનિવારે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ પોતાના દુશ્મનો સામે ચાલતી જંગમાં કોઈ પણ સ્થિતિમાં પાછળ હટવાના નથી. એટલું જ નહીં પરંતુ હવે તેમને કોઈ રોકી પણ નહીં શકે. શનિવારે બેંઝામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, “અમે જ આ જંગ જીતવાના છીએ”. હવે તેમના આ નિવેદન બાદ ઇરાનની હાલત ખરાબ થશે તેમાં કોઈ શંકા નથી.

Advertisement

હમાસના નેતા યહ્યા સિનેવારને ખતમ કરી દીધોઃ બેંઝામિન નેતન્યાહૂ

આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે લેબનાનમાંથી એક ડ્રોને બેંઝામિન નેતન્યાહૂના સૈસરિયા સ્થિત ખાનગી નિવાસને નિશાન બનાવ્યું હતું, જોકે તેમણે આ હુમલાને સંદર્ભમાં કોઈ સીધો જવાબ આપ્યો નથી. પરંતુ આડકતરી રીતે તે હુમલાનો જ જવાબ આપ્યો છે અને સાથે કડક શબ્દોમાં ચેતાવણી પણ આપી છે. બેંઝામિન નેતન્યાહૂએ અંગ્રેજી અને હિબ્રૂમાં એક વીડિયો સંદેશમાં જાહેર કર્યો છે. જેમાં બેંઝામિન નેતન્યાહૂએ કહ્યું કે, બે દિવસ પહેલા, તેઓએ હમાસના નેતા યહ્યા સિનેવારને ખતમ કરી દીધો છે.

Advertisement

આ પણ વાંચો: ‘વધારે બાળકો પેદા કરો’ ચંદ્રબાબુ નાયડુએ લોકોને આપી સલાહ, જાણે શું છે કારણ

અમે તેને અંત સુધી લડશુંઃ બેંઝામિન નેતન્યાહૂ

બેંઝામિન નેતન્યાહૂ આ લડાઈને ઇઝરાયલના અસ્તિત્વ માટેની લડાઈ ગણાવી અને કહ્યું કે, “અમે તેને અંત સુધી લડશું.” આ વીડિયોમાં, કાળા રંગની પોલો શર્ટ અને ચશ્મા પહેરેલા નેટન્યાહૂ પાર્કમાં ઊભા રહીને પોતાની સેનાના જવાન અને કમાન્ડરો પર ગર્વ વ્યક્ત કરે છે. પોતાના નિવેદનમાં બેંઝામિન નેતન્યાહૂએ કહ્યું કે, “સિન્વાર પર એક આતંકવાદી હતો જેણે અમારા લોકોની હત્યાઓ કરી, અમારી મહિલાઓ પર બળાત્કાર કર્યો અને અમારા બાળકોને જીવતા સળગાવી દીધા. અમે તેને ખતમ કરી દીધો છે અને હવે ઈરાનના બાકીના આતંકવાદી જૂથોને અમે ખતમ કરીશું."

Advertisement

આ પણ વાંચો: Warren Buffett એ શેર બજારમાંથી હાથ ખેંચ્યો, બજાર માટે મોટા ખતરાનો સંકેત!

હિઝબુલ્લાએ ઉત્તરી અને મધ્ય ઇઝરાયેયમાં હુમલો કર્યાનું સ્વીકાર્યું

હવે સામે હિઝબુલ્લાની વાત કરવામાં આવે તો, તેણે આ ડ્રોન હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ હો ઉત્તરી અને મધ્ય ઇઝરાયેયમાં હુમલો કર્યો છે તેવું સ્વીકાર્યું છે. હવે આ યુદ્ધ રોકાય તેવું લાગી રહ્યું નથી. નજીકના ભવિષ્યમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો પણ કોઈ નવાઈની વાત નથી. કારણ કે, અત્યારે ઘણાં દેશો એકબીજા સાથે હુમલાઓ કરી રહ્યાં છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લાખો લોકોનું મોત થયું હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો: Israel ની એક ભૂલ અને યાહ્યા સિનવાર થઇ ગયો 'મશીહા'!

Tags :
Advertisement

.