Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવેલિયું મોઢું રાખશો તો દંડાશો ! અહીં સરકારી કર્મચારીઓને કરાયો હસતા રહેવાનો ઓફિશિયલ ઓર્ડર

આ દેશમાં સરકારી કર્મચારીઓને સ્પષ્ટપણે ઓર્ડર કરી કહેવામાં આવ્યું છે કે, ઓફિસમાં હસવું પડશે જે લોકો આ આદેશનું પાલન નહીં કરે તેમનો 6 મહિનાનો પગાર કપાઇ જશે, એટલું જ નહીં  જો કર્મચારી આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તેમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરી શકાય છે. સરકારી કર્મચારીઓને ઓફિસમાં હસતા રહેવાનો આદેશ દરેક વ્યક્તિએ હંમેશા જીવનમાં હસતા રહેવું જોઈએ, જે તમારા તેમજ તમારી આસપાસના લોક
દિવેલિયું મોઢું રાખશો તો દંડાશો   અહીં સરકારી કર્મચારીઓને કરાયો હસતા રહેવાનો ઓફિશિયલ ઓર્ડર
આ દેશમાં સરકારી કર્મચારીઓને સ્પષ્ટપણે ઓર્ડર કરી કહેવામાં આવ્યું છે કે, ઓફિસમાં હસવું પડશે જે લોકો આ આદેશનું પાલન નહીં કરે તેમનો 6 મહિનાનો પગાર કપાઇ જશે, એટલું જ નહીં  જો કર્મચારી આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તેમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરી શકાય છે. 

સરકારી કર્મચારીઓને ઓફિસમાં હસતા રહેવાનો આદેશ 
દરેક વ્યક્તિએ હંમેશા જીવનમાં હસતા રહેવું જોઈએ, જે તમારા તેમજ તમારી આસપાસના લોકોના જીવનમાં પણ પોઝિટિવિટી લાવે છે. લોકો પોતાનો દિવસ પ્રફુલ્લિત પસાર થાય તે માટે  લાફ્ટર એકસેસાઇઝ કરતાં હોય છે.સાથે જ ઘણી જગ્યાએ નકારાત્મકતા દૂર કરવા લાફ્ટર ક્લબ પણ ચાલે છે. આપણે ત્યાં તો એવું કહેવાય છે કે હંમેશા સારા અને હસતા ચહેરો જોઇને જ કોઇ નવીન શરુઆત કરવી ચાહે તે દિવસ હોય કે કોઇ સારું કામ. પોઝિટિવ રહેવા હંમેશા બસતો ચહેરો રાખવો પછી ભલે તમે ઓફિસમાં હો કે ઘરમાં. જો કે હજુ આપણા દેશમાં આ માટે સુધી તેનો કાયદો બન્યો નથી. પરંતુ તાજેતરમાં એ દેશમાં આવો એક ઓર્ડર પસાર થયો છે. જે મુજબ સરકારી કર્મચારીઓને ઓફિસમાં હસતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્માઇલ નહીં હોય કે હસતો ચહેરો નહીં હોય તો તેની સામે શિસ્તભંગના પગલા લઇ દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં, આ આદેશ ફિલિપાઈન્સના મેયર દ્વારા સ્થાનિક સ્તરની તમામ કચેરીઓમાં પસાર કરવામાં આવ્યો છે. 
6 મહિનાનો પગાર કપાય જશે
આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓને ઓફિસમાં કામ કરતી વખતે પોતાનું કામ સ્મિત સાથે કરવું પડશે. જેઓ આ આદેશનું પાલન નહીં કરે તેમને દંડ થઈ શકે છે.આ ઓર્ડરમાં તમામ કર્મચારીઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે.જે આ આદેશનું પાલન નહીં કરે, તેનો 6 મહિનાનો પગાર કાપી શકાય છે. કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરી શકાય છે.

લોકો પોતાની  ફરિયાદ લઇને ઓફિસોમાં આવે ત્યારે તેમને ખુશનુમા વાતાવરણ મળવું જોઇએ
ન્યૂ સ્ટ્રેટ્સ ટાઇમ્સ દ્વારા અહેવાલ મુજબ યેર એરિસ્ટોટલ અગુરીની આ પોલિસીનું નામ સ્માઇલ પોલિસી છે, જે અંતર્ગત સરકારી કર્મચારીઓને હસતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેયર સ્થાનિક સરકારી સ્તરે સેવાઓ સુધારવા માંગે છે. મેયર ઈચ્છે છે કે જ્યારે લોકો પોતાના કામકાજ માટે ઓફિસોમાં આવે ત્યારે તેમને ખુશનુમા વાતાવરણ મળવું જોઇએ. મેયર એરિસ્ટોટલ અગુરી સરકારી કર્મચારીઓના વલણમાં પરિવર્તન ઈચ્છે છે. તેમણે કહ્યું કે સ્થાનિક સ્તરે મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરિસ્ટોટલ અગુરીએ આ મહિને લુઝોન ટાપુના ક્વિઝોન પ્રાંતના મુલાની શહેરમાં ચાર્જ સંભાળ્યો હતો. થોડા દિવસો બાદ તે 'સ્માઈલ પોલિસી' લઈને આવ્યા છે.  ફિલિપાઇન્સ પોતાની સ્માઇલ પોલિસીને લઇને ભારે ચર્ચામાં આવ્યું હતું. 
 
Advertisement
Tags :
Advertisement

.