Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાના 40 ટકા દર્દીઓમાં જોવા મળ્યો કોરોનાનો આ વેરિએન્ટ, ભારત પર શું થશે અસર?

ચીન બાદ અમેરિકામાં પણ કોરોના વાઈરસના એક નવા વેરિએન્ટનો કહેર જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાના BF 7 વેરિએન્ટે કહેર વર્તાયો છે તો અમેરિકા પણ ઓમિક્રોનના એક સબ વેરિએન્ટ XBB.1.5એ હાહાકાર મચાવ્યો છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તરફથી જાહેર કરેલા આંકડા મુજબ અમેરિકામાં 40 ટકાથી વધારે કેસની પાછળ આ સબવેરિએન્ટનો હાથ છે. ત્યારે આ વેરિએન્ટે હવે ભારતમાં પણ એન્ટ્રી  કરી  દીધી  છે.  ભારàª
અમેરિકાના 40 ટકા દર્દીઓમાં જોવા મળ્યો કોરોનાનો આ વેરિએન્ટ  ભારત પર શું થશે અસર
ચીન બાદ અમેરિકામાં પણ કોરોના વાઈરસના એક નવા વેરિએન્ટનો કહેર જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાના BF 7 વેરિએન્ટે કહેર વર્તાયો છે તો અમેરિકા પણ ઓમિક્રોનના એક સબ વેરિએન્ટ XBB.1.5એ હાહાકાર મચાવ્યો છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તરફથી જાહેર કરેલા આંકડા મુજબ અમેરિકામાં 40 ટકાથી વધારે કેસની પાછળ આ સબવેરિએન્ટનો હાથ છે. ત્યારે આ વેરિએન્ટે હવે ભારતમાં પણ એન્ટ્રી  કરી  દીધી  છે.  
ભારતમાં શુક્રવારે XBB.1.5નો પ્રથમ કેસ સામે આવ્યો. તેની વચ્ચે નિષ્ણાંતોનું કહેવું છે કે ઓમિક્રોનના તમામ સબવેરિએન્ટ XBB.1.5 સૌથી વધારે પરેશાન કરી શકે છે.
XBB.1.5 ઓમિક્રોનના બે સબવેરિએન્ટમાં થયેલા મ્યૂટેશનથી બન્યો છે. વૈજ્ઞાનિક હાલમાં XBB સબવેરિએન્ટની સ્ટડી કરવાના શરૂઆતના ચરણમાં છે. તેમને કહ્યું કે તે સબવેરિએન્ટનો વધુ એક પ્રકાર સામે આવ્યો હતો, જેને XBB.1.5 તરીકે ઓળખવામાં આવે છે.પેકિંગ યૂનિવર્સિટીના બાયોકેમિસ્ટ યૂનલોન્ગ કાઓ મુજબ XBB.1.5, XBBની તુલનામાં વધુ પ્રતિરોધક નથી પણ વધારે લોકો આનાથી સંક્રમિત થઈ શકે છે. વૈજ્ઞાનિક જેપી વેઈલેન્ડે કહ્યું ઓમિક્રોનની પ્રથમ લહેર બાદ XBB.1.5 કોઈ પણ વેરિએન્ટની તુલનામાં ઝડપી અને વધુ સુસંગત દેખાય છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું કે ઓક્ટોબરમાં યૂનલોન્ગ કાઓ અને તેમના સહયોગીઓએ જણાવ્યું કે XBB અને ત્રણ અન્ય સબવેરિએન્ટ તે લોકોના બ્લડ સેમ્પલના એન્ટીબોડી માટે પુરી રીતે પ્રતિરોધક બની ગયા હતા, જેને વેક્સિન આપવામાં આવી હતી અથવા જે લોકોને કોવિડ સંક્રમણ હતું.XBB.1.5ને સૌથી પહેલા JP Weilandએ થોડા સમય પહેલા નોંધ્યું હતું. નિષ્ણાંત મુજબ કોરોના વાઈરસના ઓરિજિનલ વેરિએન્ટની સાથે BA 4 અને BA 5 સબવેરિએન્ટને ટાર્ગેટ કરનારા કોવિડ બુસ્ટર શોટ XBBથી થોડી સુરક્ષા આપી શકે છે પણ પુરી રીતે તેની પર નિર્ભર ના રહી શકાય.
ઓક્ટોબરમાં WHOએ કહ્યું હતું કે XBB સબવેરિએન્ટનો વૈશ્વિક પ્રસાર 1.3 ટકા છે અને તે 35 દેશમાં જોવા મળ્યો છે. SARS-COV-2 વાયરસ ઈવોલ્યૂશન પર WHOના તકનીકી સલાહકાર જૂથે પ્રાથમિક પુરાવાઓ પુનઃસંક્રમણના ઊંચા જોખમ તરફ નિર્દેશ કરતા જણાયા હતા. જો કે ફરી સંક્રમણના કેસો તે લોકો સુધી મર્યાદિત હતા, જેમને શરૂઆતના તબક્કામાં ચેપ લાગ્યો હતો.કોલંબિયા યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકો તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે XBB સબ વેરિએન્ટમાં થનારા પરિવર્તન કોરોના રસીની અસરને વધુ ઘટાડી શકે છે. લોકોને સંક્રમિત કરવા સિવાય તે તમામ વેરિએન્ટ અન્ય ગંભીર બીમારીઓના જોખમને પણ વધારી શકે છે.
ત્યારે ભારતમાં XBB 1.5ની અસરની વાત કરીએ તો નિષ્ણાંતોનું કહેવું છે કે ભારતને વધારે ડરવાની જરૂર નથી, કારણ કે આ સબવેરિએન્ટ XBBથી સંક્રમિત થઈને લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. જો કે અમેરિકાની બગડતી સ્થિતિને જોતા સર્તક રહેવું જરૂરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.