મસ્કે તેમની ટીકા કરનારા 20 કર્મચારીઓને બતાવી દીધો બહારનો રસ્તો
એલન મસ્કે ટ્વિટરમાંથી ઓછામાં ઓછા 20 એવા કર્મચારીઓને બરતરફ કર્યા છે જેમણે ટ્વિટર પર અથવા આંતરિક મેસેજિંગ પ્લેટફોર્મ સ્લેક પર તેમની ટીકા કરી હતી. આ સિવાય કેટલાક લોકોને એટલા માટે પણ નોકરીમાંથી દુર કરી દેવાયા છે કારણ કે તેઓએ આ ટીકાકારોની પોસ્ટને રીટ્વીટ કરી હતી. મહત્વપૂર્ણ છે કે મસ્કે તાજેતરમાં જ લગભગ 3,800 પૂર્ણ-સમયના કર્મચારીઓ અને 5,000 થી વધુ કોન્ટ્રાક્ટ કામદારોને બરતરફ કર્યા છે20 સોફ્à
એલન મસ્કે ટ્વિટરમાંથી ઓછામાં ઓછા 20 એવા કર્મચારીઓને બરતરફ કર્યા છે જેમણે ટ્વિટર પર અથવા આંતરિક મેસેજિંગ પ્લેટફોર્મ સ્લેક પર તેમની ટીકા કરી હતી. આ સિવાય કેટલાક લોકોને એટલા માટે પણ નોકરીમાંથી દુર કરી દેવાયા છે કારણ કે તેઓએ આ ટીકાકારોની પોસ્ટને રીટ્વીટ કરી હતી. મહત્વપૂર્ણ છે કે મસ્કે તાજેતરમાં જ લગભગ 3,800 પૂર્ણ-સમયના કર્મચારીઓ અને 5,000 થી વધુ કોન્ટ્રાક્ટ કામદારોને બરતરફ કર્યા છે
20 સોફ્ટવેર એન્જિનિયરોને દૂર કર્યા
પ્લેટફોર્મના કેસી ન્યૂટને બરતરફ કરવામાં આવેલા લોકોની સંખ્યા 20 ગણાવી.. જે તમામ સોફટવેર એન્જિનિયર હતા. અને ટેક લેખક ગેર્ગલી ઓરોઝે ટ્વિટ કર્યું હતું કે આંતરિક રીતે મસ્ક વિરુદ્ધ બોલવા બદલ લગભગ 10 લોકોને બરતરફ કરવામાં આવ્યા છે. ન્યૂટને પોસ્ટ કર્યું, 'કર્મચારીઓનું કહેવું છે કે એવું લાગે છે કે અત્યાર સુધીમાં લગભગ 20 લોકોને ટીકા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે.'
મસ્કે કરી પુષ્ટી
મસ્કએ પુષ્ટિ કરી છે કે તેમણે ટ્વિટરના કર્મચારી એરિક ફ્રેનહોફરને બરતરફ કર્યો હતો જેમણે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર તેમને સાર્વજનિક રીતે ખોટા ઠેરવ્યા હતા.એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યું, 'મસ્કે અનેક કર્મચારીઓને નોકરીમાંથી દુર કરી દીધા છે જેઓ પ્રોટોકોલ અનુસાર ટ્વીટર અને કંપનીના સ્લેક પર તેમની આલોચના કરી રહ્યા હતા.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement