Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હજુ પણ આશા જીવંત છે ! કાટમાળમાં 170 કલાક સુધી અનેક શ્વાસ ચાલુ,40 વર્ષની મહિલા જીવિત મળી

તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ આવ્યાને સાત દિવસ થઈ ગયા છે, પરંતુ ચમત્કારો હજુ પણ થઈ રહ્યા છે. બચાવકર્મીઓએ આજે ​​તુર્કીમાં એક ઈમારતના કાટમાળમાંથી એક મહિલાને જીવતી બહાર કાઢી હતી. મહિલાની ઉંમર 40 વર્ષ છે. સિબેલ કોયા નામની મહિલાને દક્ષિણી ગાઝિયાંટેપ પ્રાંતમાં બચાવી લેવામાં આવી છે. એટલે કે ભૂકંપના 170 કલાક બાદ પણ કાટમાળમાંથી લોકોના જીવતા બહાર આવવાની આશા અકબંધ છે. તુર્કી અને સીરિàª
હજુ પણ આશા જીવંત છે   કાટમાળમાં 170 કલાક સુધી અનેક શ્વાસ ચાલુ 40 વર્ષની મહિલા જીવિત મળી
તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ આવ્યાને સાત દિવસ થઈ ગયા છે, પરંતુ ચમત્કારો હજુ પણ થઈ રહ્યા છે. બચાવકર્મીઓએ આજે ​​તુર્કીમાં એક ઈમારતના કાટમાળમાંથી એક મહિલાને જીવતી બહાર કાઢી હતી. મહિલાની ઉંમર 40 વર્ષ છે. સિબેલ કોયા નામની મહિલાને દક્ષિણી ગાઝિયાંટેપ પ્રાંતમાં બચાવી લેવામાં આવી છે. એટલે કે ભૂકંપના 170 કલાક બાદ પણ કાટમાળમાંથી લોકોના જીવતા બહાર આવવાની આશા અકબંધ છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોના મોત થયા છે. 
મળતી માહિતી મુજબ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બચાવ કાર્યકર્તાઓ સ્નિફર ડોગ્સ અને અન્ય સાધનોની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને સતત શોધી રહ્યા છે. આવો જ એક કિસ્સો કહરમનમરસમાં સામે આવ્યો છે. અહીં બચાવકર્મીઓએ એક બિલ્ડિંગના ખંડેરમાં બચેલા ત્રણ લોકો સાથે સંપર્ક કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા અને તેની પુત્રી અને બાળકો કાટમાળ નીચે દટાયા હતા અને તેઓ જીવિત હતા.
તુર્કી ભૂકંપ હાઇલાઇટ્સ
  • લગભગ 12 હજાર ઇમારતો તોડી પાડવામાં આવી
  • મોટાભાગની નવી ઇમારતો ધરાશાયી થઇ હતી
  • 10 માંથી 1 નવી ઇમારત નેસ્ટનાબૂટ
  • ભૂકંપના કારણે તુર્કી 10 ફૂટ આગળ વધી ગયું છે
  • કાટમાળ હટાવવામાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે
  • 7 દિવસ બાદ પણ લોકો કાટમાળમાંથી બહાર આવી રહ્યા છે
જણાવી દઈએ કે 1939 પછી તુર્કીમાં આ સૌથી ભયંકર ભૂકંપ છે. ઓગસ્ટ 1999માં તુર્કીમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પરિણામે અંદાજે 18,000 લોકોના મોત થયા હતા. પછીના મહિને, ગ્રીકની રાજધાની એથેન્સમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 143 લોકો માર્યા ગયા.
તુર્કી અને સીરિયામાં કેટલા મૃત્યુ પામ્યા ?
તુર્કીમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 29 હજારથી વધુ લોકો અને સીરિયામાં 4500થી વધુ લોકોના મોત થયા છે. બંને દેશોમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. હજુ પણ લોકો કાટમાળમાંથી જીવતા બહાર નીકળી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત ઘણી સંસ્થાઓનો અંદાજ છે કે મૃતકોની કુલ સંખ્યા 50,000 થી વધુ હોઈ શકે છે.
દરમિયાન તુર્કીની સરકારે ગૌણ બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલી ઇમારતો માટે કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી શરૂ કરી છે. 100 થી વધુ કોન્ટ્રાક્ટરો સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને ઘણાની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.