Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રાને દુબઈથી પણ મળ્યું સમર્થન

આજે સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. દર વર્ષે 15 ઓગસ્ટે દેશ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ત્યારે આ વર્ષે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ દેશમાં 13થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું. સરકારના લક્ષ્ય મુજબ ભારતના 20 કરોડ ઘરો પર તિરંગો લહેરાવાશે. આ અભિયાનમાં ગà«
ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રાને દુબઈથી પણ મળ્યું સમર્થન
આજે સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. દર વર્ષે 15 ઓગસ્ટે દેશ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ત્યારે આ વર્ષે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ દેશમાં 13થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું. સરકારના લક્ષ્ય મુજબ ભારતના 20 કરોડ ઘરો પર તિરંગો લહેરાવાશે. આ અભિયાનમાં ગુજરાત ફર્સ્ટ મીડિયા પરિવારે આ મુહિમને આગળ વધારી છે. જેને હવે દુબઈથી પણ સારું સમર્થન મળ્યું છે. 
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાતનું જાણીતું મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ પણ જોડાયું છે. આ અભિયાન હેઠળ વિવિધ શહેરો અને ગામોમાં તિરંગા યાત્રાઓ પણ યોજાઇ રહી છે ત્યારે ગુજરાતની જાણીતી ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 



જેને હવે દુબઈથી પણ સમર્થન મળી રહ્યું છે. દુબઈના નાગરિકોએ ગુજરાત ફર્સ્ટની આ મુહિમને બિરદાવી છે. સોનલબેન રાવલ અને અન્ય લોકો પણ આ મુહિમનો હિસ્સો બન્યા છે. અહીં અનેક પરિવારોએ સાથે મળીને આ અભિયાનની હર્ષભેર ઉજવણી કરી છે. આ ખાસ ઝુંબેશનો હિસ્સો અહીંના બાળકો પણ બન્યા હતા. 
ગુજરાત ફર્સ્ટની આ મુહિમનો ભાગ બનતા સોનલબેન રાવલે કહ્યું કે, ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 75 વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન મોદીજીએ હર ઘર તિરંગાનું આહવાન ભારતવાસીઓને કર્યું છે. આ અપીલને સાત સમદંર પાર દુબઈમાં અમે લોકો ઉજવી રહ્યા છીએ. 
સોનલબેન રાવલે વધુમાં કહ્યું કે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ રાષ્ટ્રહિતમાં એક ઝુંબેશ ચલાવી રહ્યું છે 'હર ઘર તિરંગા'. અમે અહીં દુબઈમાં વસેલા ભારતીઓ ગુજરાત ફર્સ્ટની આ ઝુંબેશના સહભાગી બન્યા તેનો અમને ગર્વ છે. આઝાદી અમર રહો, જય ભારત. જય હિન્દ, વંદે માતરમ... 
ગુજરાત ફર્સ્ટની આ ઝુંબેશના સહભાગી થયેલા દુબઈના લોકો ભારતની આઝાદીના આ અમૃત મહોત્સવમાં રંગાયેલા જોવા મળ્યા હતા. તેઓ આ દરમિયાન ભારતીય ટ્રેડિશન ડ્રેસમાં જોવા મળ્યા હતા. વળી તેમણે આ ખાસ અવસર પર રાષ્ટ્રગાન ગાયુ અને રાષ્ટ્રના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તેને ધ્યાનમાં રાખી એક વિડીયો શેર કર્યો હતો. જેમા ભારતનું કલ્ચર બતાવવામાં આવ્યું છે. 
આ વિડીયોમાં ક્લાસિક રોક એન્ડ રોલ એક્સપ્રેસ ટૂ ઈમ્પ્રેસ ગ્રુપે ભારતના અલગ-અલગ ગીત પર પરફોર્મ કર્યું હતું. આઝાદીના આ અમૃત મહોત્સવને દુબઈના આ લોકોએ ખૂબ જ ઉત્સાહભેર મનાવ્યો અને સાથે ગુજરાત ફર્સ્ટની ઝુંબેશનું પણ સમર્થન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ દિવસ બહાદુર સૈનિકોને યાદ કરવાનો છે જેમણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણને 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. ત્યારથી, દર વર્ષે 15 ઓગસ્ટના રોજ, દેશ આઝાદીના આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે. આ સાથે દુનિયાભરમાં રહેલા ભારતીઓ આજના દિવસને ખૂબ ધામધૂમથી અને એક તહેવારની જેમ ઉજવે છે. 
અંગ્રેજોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું અને ભારતીયોને પોતાના ગુલામ તરીકે રાખ્યા. વર્ષ 1857 માં, ભારતીયોએ બ્રિટિશ શાસન સામે એક વિશાળ ક્રાંતિ શરૂ કરી, જે પાછળથી ખૂબ નિર્ણાયક સાબિત થઈ. આ બળવો સમગ્ર દેશમાં અસરકારક રીતે જોવા મળ્યો હતો. પરિણામે અનેક સંસ્થાઓ ઊભી થઈ. દેશને અંગ્રેજોથી મુક્ત કરાવવા માટે દેશના બહાદુર સપૂતો આગળ આવ્યા અને પોતાના જીવની પરવા કર્યા વિના અંગ્રેજો સાથે ટક્કર લીધી. જેમા ઘણા બહાદુર પુત્રો શહીદ થયા, ઘણા નેતાઓને જેલમાં જવું પડ્યું અને પછી આપણને આ આઝાદી મળી. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું.
ભારત સિવાય 15 ઓગસ્ટે જે દેશ આઝાદ થયા તેમાં કોરિયા, બહેરીન અને કોંગો દેશ છે.
કોરિયા
દક્ષિણ કોરિયાને 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનથી આઝાદી મળી હતી. કોરિયા 1948 સુધી સંયુક્ત હતું. તે સમયે તેને દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં વહેંચાયું હતું. 1910થી 1945 સુધી, કોરિયન દ્વીપકલ્પ જાપાનના કબ્જા હેઠળ હતો.
બહેરીન
બહેરીનને 15 ઓગસ્ટ 1971ના રોજ બ્રિટનથી આઝાદી મળી હતી. તેની રાજધાની મનામા છે. તે અરબ જગતનો એક ભાગ છે જે એક ટાપુ પર સ્થિત છે. નેશનલ એસેમ્બલી 1985માં ભંગ કરવામાં આવી હતી, જે હજુ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. 1990 માં કુવૈત પર ઇરાકના આક્રમણ પછી, બહેરીન સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું હતું.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો
કોંગો દેશ 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સથી સ્વતંત્ર થયો હતો. કોંગો 80 વર્ષ સુધી ફ્રેન્ચ શાસન હેઠળ રહ્યું. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એ આફ્રિકા ખંડની મધ્યમાં સ્થિત એક દેશ છે, જેનો એક ભાગ એટલાન્ટિક મહાસાગરને મળે છે. તે ક્ષેત્રફળ દ્વારા વિશ્વનો 11મો સૌથી મોટો દેશ છે અને સૌથી વધુ ફ્રેન્ચ બોલતી વસ્તી ધરાવે છે.  
Advertisement
Tags :
Advertisement

.