Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ઘાતક હુમલો, ભાષણ દરમિયાન ગોળી મારી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને બે ગોળી વાગી છે. ગોળી શિન્ઝો આબેને છાતીમાં વાગી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે કહ્યું કે તેઓએ એક શંકાસ્પદની ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ વ્યક્તિએ ભાષણ દરમિયાન આબેને પાછળથી ગોળી મારી હતી. પૂર્વ પીએમની હાલત અત્યંત નાજુક છે.જાપાનના પૂર્વ à
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ઘાતક હુમલો  ભાષણ દરમિયાન ગોળી મારી
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને બે ગોળી વાગી છે. ગોળી શિન્ઝો આબેને છાતીમાં વાગી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે કહ્યું કે તેઓએ એક શંકાસ્પદની ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ વ્યક્તિએ ભાષણ દરમિયાન આબેને પાછળથી ગોળી મારી હતી. પૂર્વ પીએમની હાલત અત્યંત નાજુક છે.જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી છે. જાપાન ટાઈમ્સ અનુસાર, પશ્ચિમ જાપાનના નારા શહેરમાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી વાગ્યા બાદ ભાષણ દરમિયાન તેઓ ઢથી પડ્યાં હતાં. હુમલા સમયે તેઓ સંસદના ઉપલા ગૃહની ચૂંટણી પહેલા એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ગોળી માર્યા બાદ આબેને કાર્ડિયાક એટેક આવ્યો હતો. હાલ સ્થિતિ ઘણી નાજુક છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમની હાલત ગંભીર છે. 
Advertisement

સ્થળ પરના એક વ્યક્તિએ કહ્યું કે તેણે ગોળીબાર સાંભળ્યો અને આબેને લોહી વહી રહ્યું હતું. કહેવાય છે કે ગોળી વાગ્યા બાદ તે બેહોશ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. પોલીસે કહ્યું કે તેઓએ એક શંકાસ્પદની ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ કુલ બે ગોળી વાગી હતી. જે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે તે 41 વર્ષનો છે. તેનું નામ યામાગામી તેત્સુયા છે. તેની પાસેથી બંદૂક પણ મળી આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ વ્યક્તિએ ભાષણ દરમિયાન આબેને પાછળથી ગોળી મારી હતી.
शिंजो आबे गोली लगने के बाद नीचे गिर गये थे, उनके शरीर से खून निकल रहा था (Kyodo via REUTERS)



પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર
શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેણે આવું કર્યું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેઓ જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન છે. જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરતા હોય છે.
शिंजो आबे ने कहा पीएम मोदी को शुक्रिया (फाइल)
ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શિન્ઝો આબેના જોરદાર વખાણ કરતા કહ્યું- જાપાનના મહાન વડા પ્રધાન છે. 
 
Tags :
Advertisement

.