Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાથી હાહાકાર..ખાવા માટે દવા નહી, ડિટેંશનમાં સંતરા-લીંબૂ માટે પડાપડી

કોરોના ફરી એકવાર ખતરનાક રૂપ ધારણ કરી રહ્યો છે. ચીનમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં કોરોના કેસ અટકવાનું નામ લઇ રહ્યા નથી. અનુમાન છે કે દરરોજ ત્યાં લાખો કેસ આવી રહ્યા છે અને હજારો લોકો દમ તોડી રહ્યા છે. આ દરમિયાન ચીનથી એક વીડિયો સામે આવ્યો છે જે ત્યાંની સ્થિતિને રજૂ કરી રહ્યા છે. ત્યાંના ડિટેંશન કેમ્પમાં દવાઓની અછત છે અને લોકો લીંબૂ સંતરાને લૂંટવામાં લાગ્યા છે.  હેલ્થ સેન્ટરને ડિટેંશન ક
કોરોનાથી હાહાકાર  ખાવા માટે દવા નહી  ડિટેંશનમાં સંતરા લીંબૂ માટે પડાપડી
કોરોના ફરી એકવાર ખતરનાક રૂપ ધારણ કરી રહ્યો છે. ચીનમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં કોરોના કેસ અટકવાનું નામ લઇ રહ્યા નથી. અનુમાન છે કે દરરોજ ત્યાં લાખો કેસ આવી રહ્યા છે અને હજારો લોકો દમ તોડી રહ્યા છે. આ દરમિયાન ચીનથી એક વીડિયો સામે આવ્યો છે જે ત્યાંની સ્થિતિને રજૂ કરી રહ્યા છે. ત્યાંના ડિટેંશન કેમ્પમાં દવાઓની અછત છે અને લોકો લીંબૂ સંતરાને લૂંટવામાં લાગ્યા છે.  
હેલ્થ સેન્ટરને ડિટેંશન કેમ્પ બનાવી દીધો
જોકે, આ ઘટના ચીનના એક ડિટેંશન કેમ્પની કહેવામાં આવી રહી છે. તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શંઘાઇના એક હેલ્થ સેન્ટરની છે જેને ડિટેંશન કેમ્પ બનાવી દેવામાં આવ્યો છે. કોરોનાના દર્દીને અહીં ડિટેન કરવામાં આવ્યા છે અને ત્યાંથી સ્થિતિને લઇને બૂમરાડ મચી છે. આ દરમિયાન તેમની પાસે દવાઓ પહોંચી રહી નથી. 

ચીને દુનિયાથી પોતાની નિષ્ફળતા છુપાવી?
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે અહીંયા સંતરા માટે મારામારી થઇ રહી છે.  આમ એટલા માટે છે કારણ કે ત્યાં દવાઓની અછત સર્જાઇ છે અને એટલા માટે લોકો સંતરા અને લીંબૂ ખાઇ રહ્યા છે. સંતરા અને લીંબૂથી ઇમ્યુનિટી વધે અને ઇંફેક્શન થવાનો ખતરો ઓછો થાય છે. તેનો અર્થ એ થયો કે ચીન દુનિયાથી પોતાની નિષ્ફળતા સંતાડી રહી છે પરંતુ ત્યાંના જ લોકો તેમની પોલ ખોલ રહી છે. 

દરરોજ 10 લાખ કોરોના કેસ
દુનિયા પણ માની રહી છે કે ચીનમાં કોહરામ મચ્યો છે. લંડનની ગ્લોબલ હેલ્થ ઇંટેલિજેન્સ કંપની એરફિનિટીના અનુસાર ચીનમાં દરરોજ 10 લાખ કોરોના કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 24 કલાકમાં 5 હજારથી વધુ મોત થઇ રહ્યા છે. એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં ઝીરો કોવિડ પોલિસી ખતમ થયા બાદ 21 લાખ મોત થઇ શકે છે. હાલ વીડિયો વાયર્લ થઇ રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.