Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીન કુદરતી આફત સામે લાચાર, ભૂકંપના કારણે 90થી વધુ લોકોના મોત

કુદરતી આફતની સામે માણસ લાચાર બની જાય છે. પછી ભલે વિકસિત અમેરિકા જેવો દેશ હોય કે પછી સૌથી વધુ જનસંખ્યા ધરાવતો ચીન દેશ હોય. થોડા દિવસો પહેલા (5 સપ્ટેમ્બર) ના રોજ ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 90થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકો હજુ પણ લાપતા છે.ભારતના પડોશી દેશોની સ્થàª
ચીન કુદરતી આફત સામે લાચાર  ભૂકંપના કારણે 90થી વધુ લોકોના મોત
કુદરતી આફતની સામે માણસ લાચાર બની જાય છે. પછી ભલે વિકસિત અમેરિકા જેવો દેશ હોય કે પછી સૌથી વધુ જનસંખ્યા ધરાવતો ચીન દેશ હોય. થોડા દિવસો પહેલા (5 સપ્ટેમ્બર) ના રોજ ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 90થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકો હજુ પણ લાપતા છે.
ભારતના પડોશી દેશોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે. શ્રીલંકા, પાકિસ્તાન આજે આર્થિક રીતે પાયમાલ થવાની આરે છે. તો બીજી તરફ ચીનમાં પણ કુદરતી આફતના કારણે ત્યાની જનતા ખૂબ જ પરેશાન છે. જણાવી દઇએ કે, પશ્ચિમ ચીનમાં 5 સપ્ટેમ્બરના રોજ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 93 થઈ ગઈ છે, જ્યારે બચેલા લોકોની શોધ ચાલુ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગયા અઠવાડિયે સિચુઆન પ્રાંતમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે પ્રાંતના ગંજે તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રમાં વ્યાપક નુકસાન થયું હતું. 
મળી રહેલી માહિતી અનુસાર, રવિવાર સાંજ સુધીમાં 25 વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને કારણે બચી ગયેલા લોકોની શોધ અને મૃતદેહોને શોધવું ખૂબ જ મુશ્કેલ દેખાઇ રહ્યું છે. ચીનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક રહેવાસીઓએ કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશ્રય લેવો પડ્યો હતો. ભૂકંપની અસર પ્રાંતની રાજધાની ચેંગદૂને પણ થઈ હતી, જ્યાં રહેવાસીઓ કડક શૂન્ય-કોવિડ નીતિ હેઠળ છે. આનો અર્થ એ છે કે, તેમને તેમની ઇમારતો છોડવાની મંજૂરી નથી. ચેંગદૂની સ્થાનિક સરકારે જાહેરાત કરી હતી કે, કેટલાક જિલ્લાઓ જ્યાં કોવિડ-19 ના નવા કેસ નથી તેમને સોમવારે ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
સોમવારે શહેરમાં કોરોના વાયરસના ચેપના માત્ર 143 કેસ નોંધાયા હતા, જેમાંથી અડધાથી વધુ એવા લોકો હતા જેમને ચેપના લક્ષણો નહોતા. ચીન લોકડાઉન અને સામૂહિક પરીક્ષણની તેની વ્યૂહરચના પર અટવાયું છે, જ્યારે વિશ્વના અન્ય દેશોએ નિયંત્રણો હળવા કર્યા છે. ચીનની આ નીતિએ મૃત્યુની સંખ્યામાં ઘટાડો કર્યો છે પરંતુ તેના કારણે લાખો લોકોને અઠવાડિયા કે મહિનાઓ સુધી ઘરમાં બંધ રહેવાની ફરજ પડી છે. 
કહેવાય છે કે ચીનના વુહાન શહેરમાંથી જ કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. જેની અસર આજે પણ દુનિયાભરના અલગ-અલગ દેશોમાં જોવા મળી રહી છે. આ વાયરસના કારણે ચીનમાં જ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. દુનિયાભરમાં મોતનો આંકડો લાખોની સંખ્યામાં છે. જોકે, ભારત જેવા દેશ કે જેણે કોરોના સમયગાળામાં વેક્સિનેશનને મહત્વ આપ્યું તે આજે આ મહામારી સામે જંગ જીતવામાં કઇંક હદ સુધી સફળ થયું હોય તેવું કહી શકાય છે. જે દૈનિક કેસ લાખોમાં આવતા હતા તે આજે હજારમાં આવી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.