Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટન સરકાર 10 દિવસ તમામ કાર્યો સ્થગિત કરશે, જાણો કેવી રીતે થશે અંતિમવીધિ

ક્વીનના (Britain Queen) મૃત્યુ પછી શું કરવું તેના માટે બ્રિટીશ સરકાર (British Govt) અને બ્રિટીશ શાહી પરિવાર (British royal family) દ્વારા એક ખાસ પ્લાન વર્ષ 1960થી તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં વર્ષોવર્ષ અમુક વિગતો ઉમેરવામાં આવતી રહે છે. જે પ્લાનને 'ઓપરેશન લંડન બ્રીજ' (Operation London Bridge) તરીકે ઓળખવામાં આવે છે.લંડન બ્રીજ ઈઝ ડાઉન'ઓપરેશન લંડન બ્રીજ' (Operation London Bridge) ઈઝ ડાઉન એવી જાહેરાત થાય એટલે સમગ્ર ઉત્તર આયર્લેન્ડ અને બ્રિટનમાàª
બ્રિટન સરકાર 10 દિવસ તમામ કાર્યો સ્થગિત કરશે  જાણો કેવી રીતે થશે અંતિમવીધિ
ક્વીનના (Britain Queen) મૃત્યુ પછી શું કરવું તેના માટે બ્રિટીશ સરકાર (British Govt) અને બ્રિટીશ શાહી પરિવાર (British royal family) દ્વારા એક ખાસ પ્લાન વર્ષ 1960થી તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં વર્ષોવર્ષ અમુક વિગતો ઉમેરવામાં આવતી રહે છે. જે પ્લાનને 'ઓપરેશન લંડન બ્રીજ' (Operation London Bridge) તરીકે ઓળખવામાં આવે છે.
લંડન બ્રીજ ઈઝ ડાઉન
'ઓપરેશન લંડન બ્રીજ' (Operation London Bridge) ઈઝ ડાઉન એવી જાહેરાત થાય એટલે સમગ્ર ઉત્તર આયર્લેન્ડ અને બ્રિટનમાં એમ સમજવાનું કે મહારાણીએ (QueenElizabeth) દેહત્યાગ કર્યો છે! આ પ્લાનમાં બ્રિટીશ સરકારે હવે શું કરવું, મહારાણીના ઉત્તરાધિકારી કોણ બનશે, ચર્ચમાં કેવી રીતે મહારાણીની અંતિમક્રિયા કરવી, તેમની સરકાર અને દેશમાં કેવી રીતે શોક પાળવામાં આવશે એ સમગ્ર આયોજન આ ઓપરેશન લંડન બ્રીજમાં તૈયાર રાખવામાં આવ્યું હોય છે. આ આયોજનની કેટલીક વિગત ખુદ એલીઝાબેથ દ્વિતીયએ પોતે તૈયાર કરી હોવાનું પણ બકિંગહામ પેલેસના સુત્રોએ જણાવ્યું હતું.
યુનિયન જેક અરધી કાઠીએ ફરકાવાશે
ગત સપ્ટેમ્બરમાં 'ઓપરેશન લંડન બ્રીજ' અંગે કેટલીક વધારાની વિગતો સામે આવી હતી. આ પ્લાન અનુસાર મહારાણીના દેહત્યાગની સત્તાવાર જાહેરાત થયાના 10 મિનીટ પછી સમગ્ર બ્રિટન અને દુનિયાભરમાં બ્રિટીશ સરકારની કચેરીમાં યુનિયન જેક અરધી કાઠીએ ફરકાવવામાં આવશે.
સરકાર વતી વડાંપ્રધાન સૌથી પહેલું નિવેદન
મૃત્યુ પછી પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના રાજા બનશે અને મૃત્યુ થયાના દિવસે જ તે રાષ્ટ્રને સંબોધન કરશે. સરકાર વતી વડાંપ્રધાન સૌથી પહેલું નિવેદન આપશે. મહારાણીના મૃત્યુ પછીના 10માં દિવસે તેમનો અંતિમક્રિયા કરવામાં આવશે. આ 10 દિવસ દરમિયાન નવા રાજા એટલે કે પ્રિન્સ ચાર્લ્સ સમગ્ર બ્રિટનની યાત્રા ઉપર નીકળશે. 
10 દિવસ સરકારના તમામ કામ સ્થગિત
ઉપલબ્ધ માહિતી અનુસાર બ્રિટન સરકાર 10 દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. બ્રિટનની સંસદમાં (Parliament of Britain) મહારાણીનો પાર્થિવ દેહ ત્રણ દિવસ સુધી રાખવામાં આવશે. મહારાણીના અંતિમવિધી વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે દિવસે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.
મહામહિમ કિંગનું એક નિવેદન

Advertisement


Tags :
Advertisement

.