Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકામાં અપહરણ કરાયેલા ભારતીય મૂળના 4 વ્યક્તિના મૃતદેહ મળ્યા, ભારતીય વિદ્યાર્થીની પણ હત્યા

અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California)માં અપહરણ કરાયેલા પંજાબ (Punjab)ના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. તેમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય  છે. પીડિતોના મૃતદેહ તે જ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. અન્ય એક ચોંકાવનારા બનાવમાં  અમેરિકામાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થીની પણ હત્યા કરવામાં આવી છે.3 ઓક્ટોબરે અપહરણ કરાયું હતુંઅમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરના રોજ સાઉથ હાઈવà«
અમેરિકામાં અપહરણ કરાયેલા ભારતીય મૂળના 4 વ્યક્તિના મૃતદેહ મળ્યા  ભારતીય વિદ્યાર્થીની પણ હત્યા
અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California)માં અપહરણ કરાયેલા પંજાબ (Punjab)ના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. તેમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય  છે. પીડિતોના મૃતદેહ તે જ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. અન્ય એક ચોંકાવનારા બનાવમાં  અમેરિકામાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થીની પણ હત્યા કરવામાં આવી છે.
3 ઓક્ટોબરે અપહરણ કરાયું હતું
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરના રોજ સાઉથ હાઈવે 59ના 800 બ્લોકમાંથી ચાર લોકોનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કોઈ શંકાસ્પદનું નામ આપ્યું નથી. મળતી માહિતી મુજબ પીડિત પરિવારનો અમેરિકામાં પોતાનો ટ્રાન્સપોર્ટ બિઝનેસ છે. આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે.
1ની અટકાયત કરાઇ
કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં 48 વર્ષના એક વ્યક્તિની અટકાયત કરી હતી. આ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો અને હવે તેની હાલત નાજુક છે. તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે અપહરણ કરાયેલા લોકો હજુ પણ ગુમ છે.
બળી ગયેલી ટ્રક મળી આવી હતી
એક અહેવાલ મુજબ, જાસૂસીઓને મંગળવારે સવારે માહિતી મળી હતી કે પીડિતના બેંક કાર્ડનો ઉપયોગ એટવોટર, મર્સિડ કાઉન્ટીમાં એક એટીએમમાં ​​કરવામાં આવ્યો હતો. અગાઉ સોમવારે, કેલિફોર્નિયાના ફાયર અધિકારીઓને મર્સિડની બહારના ગ્રામીણ વિસ્તારમાં અમનદીપ સિંહની ટ્રકને  સળગેલી હાલતમાં શોધ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે એવા પુરાવા છે કે અપહરણકર્તાઓએ આગ લગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પરિવાર પંજાબના હોશિયારપુરનો હતો
જે પરિવારનું અપહરણ કરવામાં આવ્યું છે તે પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે. બદમાશો દ્વારા અપહરણ કરાયેલા લોકોમાં 36 વર્ષીય જસદીપ સિંહ, તેની પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની પુત્રી આરુહી ધેરી અને 39 વર્ષીય વ્યક્તિ અમનદીપ સિંહનો સમાવેશ થાય છે.
વધુ એક ભારતીય વિદ્યાર્થીની પણ હત્યા 
અન્ય એક ચોંકાવનારા બનાવમાં  અમેરિકામાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ  વરૂણ છેડા નામના 20 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. આ બનાવમાં  વિદ્યાર્થીના રૂમમેટની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વરુણ  ર્ડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. 
 2019માં પણ અપહરણની ઘટના બની હતી
ઉલ્લેખનીય છે કે  વર્ષ 2019માં ભારતીય મૂળના ટેકનિશિયન તુષાર અત્રે તેની ગર્લફ્રેન્ડની કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અમેરિકામાં ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક દ્વારા કેલિફોર્નિયામાં તેના ઘરેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણના કલાકોમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.