Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનમાં કોરોના વિસ્ફોટ થતા દુનિયાના તમામ દેશો ટેન્શનમાં આવ્યા

કોરોના વાયરસ આ શબ્દ છેલ્લા ઘણા સમયથી ભારતીઓ ભૂલી ગયા છે. જોકે, તેનું કારણ અહીં નોંધાઇ રહેલા દૈનિક કેસ છે. જીહા, કોરોનાવાયરસના કેસમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે જે રીતે ચીન અને અન્ય દેશોમાં આ વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે તેણે આ અંગે સાવચેતી રાખવા અને ચિંતામાં વધારો કરવાની એક રીતે શરૂઆત કરી દીધી છે. આજે વિશ્વના ઘણા દેશોમાં એકવાર ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હ
ચીનમાં કોરોના વિસ્ફોટ થતા દુનિયાના તમામ દેશો ટેન્શનમાં આવ્યા
કોરોના વાયરસ આ શબ્દ છેલ્લા ઘણા સમયથી ભારતીઓ ભૂલી ગયા છે. જોકે, તેનું કારણ અહીં નોંધાઇ રહેલા દૈનિક કેસ છે. જીહા, કોરોનાવાયરસના કેસમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે જે રીતે ચીન અને અન્ય દેશોમાં આ વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે તેણે આ અંગે સાવચેતી રાખવા અને ચિંતામાં વધારો કરવાની એક રીતે શરૂઆત કરી દીધી છે. આજે વિશ્વના ઘણા દેશોમાં એકવાર ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલમાં ચીન કે જેના વિશે કહેવાય છે કે, તેના વુહાન શહેરમાંથી આ વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે. 
કોરોનાના કેસ વધ્યા, ચીન આજે પણ આંકડાઓ છુપાવી રહ્યું છે 
ચીનમાં હાલમાં પરિસ્થિતિ એવી બની રહી છે કે, હોસ્પિટલમાં જગ્યા નથી, મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે લાંબી કતારો છે. જોકે, બીજી તરફ ચીને બુધવારે કહ્યું કે, ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ 20 ડિસેમ્બરે કોવિડ-19થી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. ચીનની સરકારના જણાવ્યા અનુસાર, વાયરસના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોને જ કોવિડ મૃત્યુના આંકડા હેઠળ ગણવામાં આવશે, અન્યથા કોવિડને કારણે કોઈ મૃત્યુ નહીં થાય. જોકે, દુનિયા જાણે છે કે ચીન કેટલું સાચું બોલતુ આવ્યું છે. આજે પણ ચીન તે વાત માનવા તૈયાર નથી કે કોરોનાવાયરસ સમગ્ર દુનિયામાં તેના દેશમાંથી ફેલાયો છે. ચીનના આ નિવેદનનો સ્પષ્ટ અર્થ એ છે કે, વાયરસની અસરને કારણે થયેલા મોટાભાગના મૃત્યુની હવે ગણતરી નથી. જ્યારે અન્ય ઘણા દેશોમાં, દિશાનિર્દેશો જણાવે છે કે કોઈપણ મૃત્યુ, જ્યાં વાયરસનો ચેપ હોય, તેને કોવિડના કારણે મૃત્યુ તરીકે ગણવામાં આવે છે. કહેવાય છે કે, ચીન આજે પણ પોતાના દેશમાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોનો આંકડો છુપાવી રહ્યું છે. 
ચીનની હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા
ચીનની હોસ્પિટલોમાંથી મૃતદેહોના ઢગલાઓની તસવીરો સામે આવી છે, જેને જોઈને દરેકના રુવાટા ઉભા થઈ જાય. નિષ્ણાતોનો અંદાજ છે કે આવતા વર્ષે ચીનમાં કોવિડને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થશે, કારણ કે આગામી 90 દિવસમાં ચીનની 60% વસ્તી કોરોનાથી પ્રભાવિત થશે. એટલું જ નહીં, આરોગ્ય નિષ્ણાતો વિશ્વની 10% વસ્તી સંક્રમિત થવાની આગાહી કરી રહ્યા છે. જો તેમનો અંદાજ 1% પણ સાચો હોય તો હવેથી આપણે બધાએ સાવધાન થઈ જવું જોઈએ. કોરોનાએ શરીરને રોગોનું ઘર બનાવી દીધું છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાયરસની આડઅસરથી બચી શક્યું નથી. 
કોરોનાના નવા વેરિઅન્ટે ચીનમાં તબાહી મચાવી
ચીનમાં, કોરાના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના નવા પેટા સ્વરૂપોથી સંબંધિત ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીન હાલમાં મુખ્યત્વે અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના બે પેટા પ્રકારોથી પ્રભાવિત છે - Ba.5.2 અને BF.7 ચીનના નેશનલ હેલ્થ કમિશને સ્પષ્ટતા કરી છે કે સત્તાવાર આંકડાઓમાં માત્ર કોરોના વાયરસમાં શ્વસનતંત્રની નિષ્ફળતાને કારણે થયેલા મૃત્યુનો સમાવેશ કરવામાં આવશે.
કેવિડનું નવું વેરિઅન્ટ રસીકરણ બાદ પણ સરળતાથી ફેલાવવામાં સક્ષમ
વિશ્વભરના દેશોમાં કોવિડ-19 લહેરને ધ્યાનમાં રાખીને, અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) સહિત ઘણી આરોગ્ય એજન્સીઓ ડેલ્ટા અથવા ઓમિક્રોન જેવા નવા વેરિઅન્ટ શોધી રહી છે. સીડીસીના જણાવ્યા અનુસાર, કોવિડનું નવું વેરિઅન્ટ રસીકરણ હોવા છતાં કોરોના વાયરસને વધુ સરળતાથી ફેલાવવામાં સક્ષમ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકનના નેતૃત્વમાં વર્ષની શરૂઆતમાં ચીનમાં એક પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાને આશા છે કે ચીન તેના વર્તમાન કોવિડ-19 પ્રકોપને જલ્દીથી નિયંત્રિત કરી લેશે કારણ કે કોરોનાથી ચીનને થયેલું નુકસાન વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી 
બીજી તરફ, સમાચાર અને વીડિયો અલગ જ વાર્તા કહી રહ્યા છે. આ મુજબ ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને WHOનું માનવું છે કે ચીનમાં કોરોનાને જોતા તેના અંતની જાહેરાત કરવી ખૂબ જ વહેલું કહેવાશે. ચીને હાલમાં જ ઝીરો કોવિડ પોલિસી નાબૂદ કરી છે, ત્યારબાદ કેસ ઝડપથી વધી રહ્યા છે. એક અનુમાન મુજબ, તૈયારી વિના લીધેલા આ નિર્ણયને કારણે માર્ચ 2023 સુધીમાં 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે.
ચીન માટે આગળ કૂવો અને પાછળ ખાઇ જેવી સ્થિતિ
ચીનમાં આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચુક્યું છે. ત્યારે ચીનની સરકાર માટે સ્થિતિ આગળ કૂવો અને પાછળ ખાઇ જેવી બની છે. એક તરફ તેમણે ઝીરો કોવિડ પોલિસીનો અમલ કર્યો ત્યારે જનતાએ ઉગ્ર વિરોધ કર્યો અને જનતાની માંગણીઓ સમક્ષ સરકારે ઘૂંટણ ટેકવવા પડ્યા. બીજી તરફ હાલ સ્થિતિ એટલી વિકટ બની છે કે તમામ વ્યવસ્થાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ચીન ન તો ઝડપથી રસીકરણ કરાવવામાં સક્ષમ છે અને ન તો લોકોને તબીબી સેવાઓ પૂરી પાડવા સક્ષમ છે. હોસ્પિટલોની ખરાબ હાલત છે જ્યારે ચીને કોરોના સંક્રમિત લોકોને જ્યાં સુધી તેમની સ્થિતિ નાજુક ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં ન જવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 65,91,16,054 કેસ નોંધાયા છે. વળી મૃત્યુના આંકડાની વાત કરવામાં આવે તો તે 66,76,073 સુધી પહોંચી ગયા છે. ઉપરાંત કોરોનાથી ઠીક થયેલા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાથી 63,24,22,053 લોકો ઠીક થઇ ચુક્યા છે. વળી વિશ્વમાં જો કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો તે 2,00,17,928 છે. જેમાથી 1,99,79,840 (99.8%) દર્દીઓ હળવી સ્થિતિમાં છે જ્યારે 38,088 (0.2%) દર્દીઓ ગંભીર અથવા જટિલ પરિસ્થિતિમાં છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.