અફઘાનિસ્તાનમાં ફરી બોમ્બ બ્લાસ્ટ, 9 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત
અફઘાનિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણધરી ઉઠ્યું છે. અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ વિસ્તારમાં ફરી બે બોમ્બ વિસ્ફોટથી હડકંપ મચી ગયો છે. ગુરુવારે સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટોમાં નવ લોકો માર્યા ગયા હતા. જ્યારે 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલા પણ છેલ્લા ગુરુવારે આ જ વિસ્તારની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ડઝનબંધ નમાઝીઓ માર્યા ગયા હતા.આ બોમ્બ બ્લાસ્ટ બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીàª
Advertisement
અફઘાનિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણધરી ઉઠ્યું છે. અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ વિસ્તારમાં ફરી બે બોમ્બ વિસ્ફોટથી હડકંપ
મચી ગયો છે. ગુરુવારે સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટોમાં નવ લોકો માર્યા ગયા હતા.
જ્યારે 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ
પહેલા પણ છેલ્લા ગુરુવારે આ જ વિસ્તારની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ડઝનબંધ નમાઝીઓ માર્યા ગયા હતા.આ બોમ્બ બ્લાસ્ટ બલ્ખ પ્રાંતના
મઝાર-એ-શરીફ વિસ્તારમાં થયો હતો. ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર બંને વિસ્ફોટોમાં
જાહેર પરિવહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. પ્રાંતીય આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ
કરી કે હોસ્પિટલોને મૃતકોના મૃતદેહ મળ્યા છે અને તેઓ ઘાયલોની સારવાર કરી રહ્યા છે.