Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એડોલ્ફ હિટલરની ઘડિયાળ કરોડોમાં વેચાઈ, જાણો પૂરી વિગત

જર્મનીના તાનાશાહ હિટલર વિશે આજે કોણ નથી જાણતું. તમે કદાચ તેના જન્મથી મૃત્યુ સુધીના તેના સમગ્ર જીવનને જાણો છો, પરંતુ શું તમે તેની ઘડિયાળ વિશે જાણો છો જે તેને તેના 44માં જન્મદિવસ પર આપવામાં આવી હતી? તે ઘડિયાળની અમેરિકામાં હરાજી થઈ છે અને હરાજીમાં તે ઘડિયાળની કિંમત કરોડોમાં લાગી છે. ઈતિહાસની વસ્તુઓ સાચવવી ખૂબ ખર્ચાળ છે. ઈતિહાસ પર પાછા ફરીએ તો, તાજેતરના વિકાસમાં, એક ઘડિયાળ, જે નાઝી તાનà
એડોલ્ફ હિટલરની ઘડિયાળ કરોડોમાં વેચાઈ  જાણો પૂરી વિગત
જર્મનીના તાનાશાહ હિટલર વિશે આજે કોણ નથી જાણતું. તમે કદાચ તેના જન્મથી મૃત્યુ સુધીના તેના સમગ્ર જીવનને જાણો છો, પરંતુ શું તમે તેની ઘડિયાળ વિશે જાણો છો જે તેને તેના 44માં જન્મદિવસ પર આપવામાં આવી હતી? તે ઘડિયાળની અમેરિકામાં હરાજી થઈ છે અને હરાજીમાં તે ઘડિયાળની કિંમત કરોડોમાં લાગી છે. 
ઈતિહાસની વસ્તુઓ સાચવવી ખૂબ ખર્ચાળ છે. ઈતિહાસ પર પાછા ફરીએ તો, તાજેતરના વિકાસમાં, એક ઘડિયાળ, જે નાઝી તાનાશાહી એડોલ્ફ હિટલરની હોવાનું કહેવાય છે. મેરીલેન્ડમાં એલેક્ઝાન્ડર હિસ્ટોરિકલ ઓક્શનમાં એક અનામી ખરીદદારને $1.1 મિલિયન (અંદાજે 8.7 મિલિયન)માં વેચવામાં આવી હતી. આ હરાજીએ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. 
આ ઘડિયાળ જર્મન ઘડિયાળ કંપની હ્યુબર દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં સ્વસ્તિક છે અને તેના પર AH અક્ષર કોતરવામાં આવ્યો છે. જોકે, અમેરિકાનો યહૂદી સમુદાય હિટલરની ઘડિયાળની આ હરાજીની તરફેણમાં ન હતો, પરંતુ તેમ છતાં ઘડિયાળનું વેચાણ થયું અને તેને ખરીદનાર દ્વારા 11 મિલિયન ડોલર એટલે કે કુલ 8 કરોડ 70 લાખ રૂપિયા ચૂકવીને ખરીદી લેવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, હિટલરને આ ઘડિયાળ 20 એપ્રિલ, 1933ના રોજ આપવામાં આવી હતી, જ્યારે તે જર્મનીનો ચાન્સેલર બન્યો હતો. આ દિવસે હિટલરનો જન્મદિવસ પણ હતો. હરાજી કરનારાઓએ કહ્યું છે કે, વિશ્વના સૌથી અનુભવી અને આદરણીય ઘડિયાળ નિષ્ણાતો અને લશ્કરી ઈતિહાસકારોએ સંપૂર્ણ સંશોધન પછી નક્કી કર્યું છે કે આ ઘડિયાળ ખરેખર એડોલ્ફ હિટલરની છે. 
આ ઘડિયાળ ફ્રેન્ચ લશ્કરી જૂથ દ્વારા યુદ્ધના સ્મૃતિચિહ્ન તરીકે લેવામાં આવી હતી, જ્યારે 4 મે 1945ના રોજ, આ જૂથે હિટલરના પર્વત બર્ગોફ પર કિલ્લા જેવી ઇમારત પર હુમલો કર્યો હતો. અહીંથી યુદ્ધ જીત્યા પછી, જ્યારે ફ્રેન્ચ સૈનિકો તેમના ઘરે પાછા આવવા લાગ્યા, ત્યારે તે જૂથનો એક સૈનિક, સાર્જન્ટ રોબર્ટ મિગનોટ આ ઘડિયાળ પોતાની સાથે ફ્રાન્સ લઈ આવ્યો. ત્યારપછી તેણે આ ઘડિયાળ તેના પિતરાઈ ભાઈને વેચી દીધી અને ત્યારથી તે ઘડિયાળ મિગનોટા પરિવાર પાસે રહી હતી.
Advertisement
Tags :
Advertisement

.