અહીં કોન્ડોમના એક પેકેટની કિંમત અધધ 60,000 રૂપિયા છે, ગર્ભપાત છે ગુનો
લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં કોન્ડોમની કિંમત 60,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ કિંમતે આપણા ત્યાં બ્રાન્ડેડ ટીવી સરળતાથી ખરીદી શકાય છે. આ મામલો વેનેઝુએલામાં સોશિયલ મીડિયામાં છવાયેલો છે. આવી સ્થિતિમાં અત્યાર સુધી કોન્ડોમના ભાવમાં થયેલા વધારાનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. એક તરફ તો એવી પરિસ્થિતિ છે કે ઘણા દેશોમાં સરકાર દ્વારા કોન્ડોમ મફતમાં આપે છે, પરંતુ આ એક એવો દેશ છે જ્યાં કà
Advertisement

લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં કોન્ડોમની કિંમત 60,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ કિંમતે આપણા ત્યાં બ્રાન્ડેડ ટીવી સરળતાથી ખરીદી શકાય છે. આ મામલો વેનેઝુએલામાં સોશિયલ મીડિયામાં છવાયેલો છે. આવી સ્થિતિમાં અત્યાર સુધી કોન્ડોમના ભાવમાં થયેલા વધારાનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. એક તરફ તો એવી પરિસ્થિતિ છે કે ઘણા દેશોમાં સરકાર દ્વારા કોન્ડોમ મફતમાં આપે છે, પરંતુ આ એક એવો દેશ છે જ્યાં કોન્ડોમના એક પેકેટની કિંમત લગભગ 60,000 રૂપિયા છે. આ દેશ વેનેઝુએલા છે. જો કે લોકોને મોંઘા બ્રાન્ડેડ કોન્ડોમ માટે ખિસ્સા ખાલી કરવા પડે છે,
પરંતુ વેનેઝુએલામાં કોન્ડોમના એક પેકેટની કિંમત 60,000 રૂપિયા સુધી પહોંચી ગઇ છે, આમ છતાં આટલા મોંઘા કોન્ડોમ ખરીદવા માટે સ્ટોરની બહાર લોકોની ભારે ભીડ હોય છે. સાથે જ આ સાથે દેશમાં ગર્ભનિરોધક ગોળીઓની કિંમત પણ આસમાને પહોંચી છે, આ સમાચાર વેનેઝુએલામાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. વેનેઝુએલા એવો દેશ છે જ્યાં ગર્ભપાત ગુનો છે. જો કોઈ ગર્ભપાત કરાવતો જણાય તો આકરી સજાની જોગવાઇ છે.
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2015 અનુસાર,વેનેઝુએલામાં કિશોરીઓમાં સૌથી વધુ ગર્ભાવસ્થાની પરિસ્થિતિ જોવા મળી છે. તેથી આવી સ્થિતિમાં આકરી સજાની વ્યવસ્થા છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2015 અનુસાર, કિશોરીઓની ગર્ભાવસ્થામાં વેનેઝુએલા લેટિન અમેરિકન દેશોમાં સૌથી આગળ છે. વેનેઝુએલા જેવા દેશોમાં, જ્યાં કિશોરીઓમાં ગર્ભાવસ્થા સૌથી વધુ છે. ત્યાં ગર્ભપાત પર પ્રતિબંધ છે, તેથી કોન્ડોમની કિંમતોમાં આ વધારો આશ્ચર્યજનક છે. સ્થાનિક બ્રાન્ડની ગર્ભનિરોધક ગોળીઓ પણ બજારોમાં ઉપલબ્ધ છે પરંતુ તે સામાન્ય રીતે સલામત માનવામાં આવતી નથી. કેટલાક અહેવાલો અનુસાર, કેટલાક લોકો કોન્ડોમ અને ગોળીઓ જેવા ગર્ભનિરોધક પર ખર્ચ કરવો ભારે પડી રહ્યો છે. હજુ સુધી સરકારે આ મામલે કોઈ યોગ્ય પગલાં લીધા નથી.
યુએસએ વેનેઝુએલા પર કડક પ્રતિબંધો લાદ્યા અને જેના કારણે, પહેલેથી જ જર્જરિત દેશનું અર્થતંત્ર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. વેનેઝુએલાએ તેલની નિકાસ કરીને સૌથી વધુ આવક મેળવતું હતું, પરંતુ પ્રતિબંધોને કારણે તેનું તેલ વેચવું પણ મુશ્કેલ બની ગયું હતું. વેનેઝુએલામાં કોન્ડોમ સિવાય બીજી જીવનજરુરિયાતની ઘણી વસ્તુઓ પણ મોંઘી થઇ છે. લોકો બ્રેડ અને શાકભાજી, ફળો જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ હેરાન પરેશાન છે.
Advertisement