Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાના આકાશમાં ચીનના 'જાસુસી બલૂન'ને ઉડાવી દેવાયું, જુઓ અદ્ભૂત વીડિયો

યુએસ એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધુંઅમેરિકાના આકાશમાં ચીનનું જાસૂસી બલૂન હવે ઈતિહાસ બની ગયુંપશ્ચિમી યુએસ રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતુંઅમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેની એર સ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતોઅમેરિકી સેનાએ રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ બાદ આ કાર્યવાહી કરીચીને  વિરોધ કર્યો ચીન (China)ના જાસૂસી બલૂન (Spy Balloon)ને લઈને અમેરિકા (America)એ મોટી à
અમેરિકાના આકાશમાં ચીનના  જાસુસી બલૂન ને ઉડાવી દેવાયું  જુઓ અદ્ભૂત વીડિયો
  • યુએસ એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું
  • અમેરિકાના આકાશમાં ચીનનું જાસૂસી બલૂન હવે ઈતિહાસ બની ગયું
  • પશ્ચિમી યુએસ રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું
  • અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેની એર સ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો
  • અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ બાદ આ કાર્યવાહી કરી
  • ચીને  વિરોધ કર્યો 


ચીન (China)ના જાસૂસી બલૂન (Spy Balloon)ને લઈને અમેરિકા (America)એ મોટી કાર્યવાહી કરી છે. ચીની જાસૂસી બલૂન જેના પર જિનપિંગને ગર્વ હતો તે એટલાન્ટિક મહાસાગરમાં ટુકડો થઈ ગયો છે. અમેરિકાના આકાશમાં ચીનનું જાસૂસી બલૂન હવે ઈતિહાસ બની ગયુ છે. યુએસ એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું. તેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને નીચે પાડી દીધો જેના પર ચીનને ગર્વ હતો.
પશ્ચિમી યુએસ રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું
બુધવાર, 1 ફેબ્રુઆરીએ, પશ્ચિમી યુએસ રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેની એર સ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ નહોતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને સર્વેલન્સ સાધનો હતા. જ્યારે ઠાર મારવામાં આવે, ત્યારે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે, તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ.
અમેરિકાએ જાસૂસ બલૂનના ભાગો એકત્રિત કરવાનું શરુ કર્યું
જ્યારે ચીનનો એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યો ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. હવે અમેરિકા દરિયામાંથી આ જાસૂસી બલૂનના ભાગો એકઠા કરી રહ્યું છે જેથી કરીને તે ચીનના ષડયંત્રના તળિયે જઈને પુરાવા સાથે ચીનને ટેંશનમાં લાવી શકે. F-22 ફાઈટર જેટમાંથી છોડવામાં આવેલી મિસાઈલ દ્વારા આ બલૂનને તોડી પાડવામાં આવ્યો હતો.
Advertisement

અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ બાદ આ કાર્યવાહી કરી
 એક બલૂનને કારણે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ છે. અમેરિકાના આકાશમાં થોડા દિવસોથી દેખાતું ચીનનું જાસૂસી બલૂન પડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી બલૂનની ​​હિલચાલ પર નજર રાખી રહેલી યુએસ સેનાએ જ્યારે તે એટલાન્ટિક મહાસાગરની ઉપર પહોંચી ત્યારે તેને મિસાઈલ વડે છોડી દીધું હતું. અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ બાદ આ કાર્યવાહી કરી છે.
ચીને  વિરોધ કર્યો 
બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકન જેટમાંથી ચીની બલૂન તોડવાની આ કાર્યવાહી સામે સખત અસંતોષ અને વિરોધ વ્યક્ત કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે અમેરિકાએ તેના લશ્કરી ફાઈટર જેટ વડે ચીનના બલૂનને તોડી પાડ્યું, જેને વોશિંગ્ટનએ શંકાસ્પદ ગણાવ્યું.
મેં પેન્ટાગોનને તેને જલ્દીથી જલ્દી તોડવાનો આદેશ આપ્યો
યુએસ આ ઓપરેશન હાથ ધરે તે પહેલા નજીકના ત્રણ એરપોર્ટ અને એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસમાં કહ્યું કે બુધવારે જ્યારે મને (ચીની સર્વેલન્સ) બલૂન વિશે જાણ કરવામાં આવી ત્યારે મેં પેન્ટાગોનને તેને જલ્દીથી જલ્દી તોડવાનો આદેશ આપ્યો હતો. તેણે તેને સફળતાપૂર્વક નીચે ઉતારી. હું અમારા એવિએટર્સને અભિનંદન આપવા માંગુ છું.
એટલાન્ટિક મહાસાગર ઉપર તોડી પાડ્યુ
આ ચીની જાસૂસી બલૂનને એટલાન્ટિક મહાસાગરમાં તોડી પાડવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, રાષ્ટ્રપતિ જો બિડેને જણાવ્યું કે તે બલૂનને છોડવાનો આદેશ આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના તરફથી આપવામાં આવ્યો હતો, પરંતુ બલૂન સમુદ્ર પર આવે તેની રાહ જોતા હતા. જ્યારે આ બન્યું, ત્યારે અમેરિકન વિમાનોએ તેને ઉડાવી દીધું.
આ જાસૂસી બલૂન ત્રણ દિવસથી જોવા મળી રહ્યું હતું.
ચીનનો આ જાસૂસી બલૂન ત્રણ દિવસથી અમેરિકાના એરસ્પેસમાં જોવા મળી રહ્યો હતો. પેન્ટાગોન આના પર ચાંપતી નજર રાખી રહ્યું હતું. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરીનું નિવેદન આ મુદ્દે પહેલીવાર આવ્યું છે. પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયર જનરલ પેટ રિટરે ગુરુવારે સાંજે કહ્યું કે આ જાસૂસી બલૂનથી કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે બલૂન મળી આવ્યા બાદ અમેરિકી સરકારે સંવેદનશીલ માહિતીની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લીધાં.

તણાવ વધતાં અમેરિકી વિદેશ મંત્રીએ બેઇજિંગ પ્રવાસ રદ કર્યો
અગાઉ, યુએસ એરસ્પેસમાં ચીની જાસૂસી બલૂન દેખાયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમની બેઇજિંગની બે દિવસની મુલાકાત મુલતવી રાખી છે. વિદેશ મંત્રી બ્લિંકને કહ્યું કે અમેરિકન એરસ્પેસમાં ચીની જાસૂસી ફુગ્ગાઓની માહિતી સામે આવ્યા બાદ હું મારી ચીન યાત્રા મોકૂફ કરી રહ્યો છું. બીજી તરફ ચીને આ જાસૂસી બલૂન હોવાના દાવાને નકારી કાઢ્યો હતો. જો કે આ બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.