Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEPAL : ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવ્યો હાહાકાર, 11 લોકોના મોત અને અનેક લોકો થયા ગુમ

NEPAL : નેપાળમાંથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળમાં વધુ એક વખત કુદરતી આપદાએ આતંક મચાવ્યો છે. નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલના કારણે તબાહી આવી છે. છેલ્લા 36 કલાકમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 11 લોકોના...
nepal   ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવ્યો હાહાકાર  11 લોકોના મોત અને અનેક લોકો થયા ગુમ
Advertisement

NEPAL : નેપાળમાંથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળમાં વધુ એક વખત કુદરતી આપદાએ આતંક મચાવ્યો છે. નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલના કારણે તબાહી આવી છે. છેલ્લા 36 કલાકમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો હજુ પણ ગુમ છે. ભારે વરસાદને કારણે બાગમતી સહિત અન્ય નદીઓ પૂર જોશમાં છે. છેલ્લા 2 દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે.

NEPAL માં ફરી આવી પ્રાકૃતિક આપદા

Advertisement

વરસાદની તબાહીના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકો તેનાથી પ્રભાવિત થયા છે. મળી રહેલી માહિતીના અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે ત્યારે આ સિવાય નવ લોકો ગુમ છે, જેમની ડિઝાસ્ટર ટીમ શોધ કરી રહી છે. પોલીસ ગુમ થયેલા લોકોને શોધવા માટે અન્ય એજન્સીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. અહીં, બાંગ્લાદેશના નીચલા ભાગોમાં પણ પૂરને કારણે ઘણું નુકસાન થયું છે અને લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

Advertisement

વરસાદ અને લેન્ડ સ્લાઇડની તબાહી

પ્રાપ્ત અહેવાલોના અનુસાર, કોસી બેરેજના તમામ 56 સ્લુઈસ ગેટ પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય સંજોગોમાં આ દરવાજા 10-12ની આસપાસ ખોલવામાં આવે છે. પશ્ચિમમાં નારાયણી, રાપ્તી અને મહાકાલી નદીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે. પર્વતીય પ્રદેશોથી ઘેરાયેલા કાઠમંડુમાં, ઘણી નદીઓ તેમના કાંઠે વહેતી થઈ, રસ્તાઓ પર પૂર આવી અને ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અથવા રહેવાસીઓ તેમના ઘરો ખાલી કરવા માટે ડોલનો ઉપયોગ કરે છે. હાલ નેપાળમાં આ પરિસ્થિતિ સામે લડવા સામે બચાવ કાર્યની ટીમ, પોલીસ ટીમ અને સ્થાનિકો ભેગા મળીને કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : અંતરિક્ષથી પૃથ્વીના અદ્ભુત ‘Light Show’ ની જુઓ એક ઝલક

Tags :
Advertisement

Trending News

.

×