Nasa એ શેર કરી ચંદ્રની અદભૂત તસવીર, મંત્રમુગ્ધ થયા અવકાશપ્રેમીઓ
- પ્રશાંત મહાસાગર ઉપરથી ચંદ્રનો અદભૂત નજારો
- મહાસાગર ઉપરથી ચંદ્રનો જોવા મળ્યો અસાધારણ નજારો
- નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે શેર કર્યો ફોટો
Moon Viral Photo : નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ઘણીવાર આપણી સૃષ્ટિની આશ્ચર્યજનક છબીઓ કેપ્ચર કરે છે, જે અવકાશના રસિયાઓને મંત્રમુગ્ધ કરી દે છે. નાસાના સોશિયલ મીડિયા (Social Media) પર હેન્ડલ્સ એ લોકો માટે એક ખજાના સમાન છે, જેઓ પૃથ્વી અને અવકાશના તસ્વીરો અને વીડિયો (Photos and Videos) જોવાનું પસંદ કરે છે.
અંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાંથી ચંદ્રનો અદભૂત ફોટો
નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિક, જેમણે છેલ્લા ચાર મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સમય પસાર કર્યો છે, તેમણે તાજેતરમાં પ્રશાંત મહાસાગરના ઉપરથી ચંદ્રનો એક અદભૂત ફોટો કેપ્ચર કર્યો છે. આ તસવીર જોયા બાદ, તમે ચંદ્રને પેસિફિક મહાસાગર પર અસ્ત થતો જોઈ શકો છો. ડોમિનિકે કહ્યું, "અમે હવાઈ નજીક ઉષ્ણકટિબંધીય તોફાન હોનની શૂટિંગ કરવા માટે કપોલામાં ગયા હતા, પરંતુ તે દરમિયાન ચંદ્ર આથમતો જોવા મળ્યો હતો." તસવીરમાં ચંદ્રને આથમતો જોઈ શકાય છે અને વાદળો તેમજ પૃથ્વીના વાતાવરણની અદભૂત ઝાંખી મળે છે. અદભૂત ફોટો વિશે ટેકનિકલ વિગતો આપતા ડોમિનિકે લખ્યું, "400mm, ISO 500, 1/20000s શટર સ્પીડ, f2.8, ક્રોપ્ડ, ડિનોઈઝ્ડ."
સોશિયલ મીડિયા પર લોકોએ વ્યક્ત કરી પ્રશંસા
સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ પ્રશંસા મેળવી રહ્યો છે. લોકો નાસાના આ અદભૂત શોટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ડોમિનિકના કાર્યને બિરદાવી રહ્યા છે.
નાસા દ્વારા જાહેર કરાયેલા ચંદ્રની બીજી તસવીર
થોડા દિવસો પહેલા નાસાએ ચંદ્રની વધુ એક તસવીર જાહેર કરી હતી. આ ફોટો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદરથી "યુનિક વેન્ટેજ પોઈન્ટ" પરથી ક્લિક કરવામાં આવ્યો હતો. આ ફોટો પણ શ્રી ડોમિનિકે કૈપ્ચર કર્યો હતો. તસ્વીરમાં, પૃથ્વીના વાતાવરણની ઉપર અર્ધચંદ્રાકાર ચંદ્ર અને તેની આજુબાજુનો અવકાશ દેખાય છે, જે દરેકને મંત્રમુગ્ધ કરી દે છે.
અન્ય ચર્ચિત ફોટોગ્રાફ વિશે
નાસાએ તેના વર્ણનમાં ઉમેર્યું કે છબીના મધ્યમાં વાદળી આડી પટ્ટીની નીચે નારંગી અને કાળા સ્તરો દેખાય છે, જ્યારે ચંદ્ર અર્ધચંદ્રાકાર અને સફેદ દેખાય છે, જે અવકાશની કાળાશ સામે ખૂબ જ સુંદર લાગે છે.
આ પણ વાંચો: હવે એલિયન્સને જોવા NASA માટે ડાબા હાથનો ખેલ!