Myanmar Earthquake : મ્યાનમારમાં પ્રચંડ ભૂકંપમાં મસ્જિદ થઈ ધરાશાય,20 લોકોના મોત
- મ્યાનમારમાં પ્રચંડ ભૂકંપે લોકો હચમચાવી દીધા
- વિનાશક ભૂકંપમાં એક મસ્જિદ ધરાશાય થઈ
- મસ્જિદમાં 20 લોકોના મોત થયા
Myanmar Earthquake: આજે મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં (Myanmar Earthquake)એક મસ્જિદ ધરાશાય થઈ.રમઝાનના છેલ્લા શુક્રવારે થયેલા વિનાશને કારણે મુસ્લિમ સમુદાયમાં શોકનું વાતાવરણ છે. માંડલે શહેરમાં મસ્જિદ ધરાશાયી થઈ હતી અને 20 લોકોના મોત થયાના અહેવાલ છે.ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મસ્જિદ કાટમાળના ઢગલામાં ફેરવાઈ રહી હોવાના ચિત્રો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
તાઉંગૂમાં યુદ્ધ શરણાર્થીઓને આશ્રય આપતો એક મઠ ધરાશાયી થતાં બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે મંડલે યુનિવર્સિટીમાં ભારે નુકસાન અને આગ લાગવાના અહેવાલો હતા, જેમાં ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર, શક્તિશાળી ભૂકંપથી માંડલેમાં વ્યાપક નુકસાન થયું છે. ઈદના અવસર પર વિનાશનું વાતાવરણ જોવા મળે છે.
આ પણ વાંચો- તમે ક્યારેય આવો Earthquake નહીં જોયો હોય, Video રુંવાટા ઉભા કરી દેશે
મ્યાનમારની ધરતી ધ્રુજી ઉઠી
આજે પહેલીવાર ભૂકંપના આંચકાથી મ્યાનમારની જમીન ધ્રુજી ઉઠી. મ્યાનમાર અને ચીનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. જેમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.9 નોંધાઈ હતી, જ્યારે મ્યાનમારમાં તે 7.2 માપવામાં આવી હતી, અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
આ પણ વાંચો-ભારતના પડોશી દેશોમાં અનુભવાયા ભયાનક ભૂકંપના આંચકા
મ્યાનમારમાં કેન્દ્રબિંદુ અને તેની અસર
અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્ય મ્યાનમારમાં હતું, જે મોનીવા શહેરથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. આ ભૂકંપની તીવ્રતા બેંગકોક સુધી પહોંચી, જે દર્શાવે છે કે તેની અસર ખૂબ વ્યાપક હતી. મ્યાનમાર, જે પહેલેથી જ ગૃહયુદ્ધથી પીડાઈ રહ્યું છે. જોકે, આવી પ્રાકૃતિક આફત દેશની વર્તમાન પરિસ્થિતિને વધુ બગાડી શકે છે, જેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હોવાથી તેની તીવ્રતા સપાટી પર વધુ અનુભવાઈ, જેના કારણે નુકસાનની શક્યતા વધી ગઈ.