ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Elon Musk & Grok Controversy: ગ્રોકે ખોટા સમાચાર ફેલાવતા મહા ખેલાડી એલન મસ્કને ગણાવતા મસ્ક મુશ્કેલીમાં મુકાયા

ગ્રોકે X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ અંગે મોટો દાવો કર્યો કે X પર ખોટા સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. જ્યારે ગ્રોક(Grok)ને X પર સૌથી વધુ ખોટા સમાચાર કોણ ફેલાવે છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગ્રોકે સીધા એલોન મસ્ક(Elon Musk)નું નામ જવાબમાં આપ્યું.
07:22 PM Mar 19, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Elon Musk a master of spreading fake news GujaratFirst

Elon Musk: ગ્રોક નામના એક નવા AI ચેટબોટે અત્યારે ખૂબ વાયરલ છે. તેની અનોખી શૈલીમાં પ્રતિભાવ આપવાની ક્ષમતાને કારણે તે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. જોકે, ગ્રોકના માલિક એલોન મસ્કને જ ગ્રોકે મુશ્કેલીમાં મુકી દીધું છે. ખોટા સમાચાર ફેલાવવા માટેના મહાન ખેલાડી તરીકે ગ્રોકે એલન મસ્કને ગણાવતા ચકચાર મચી ગઈ છે.

ખોટા સમાચાર ફેલાવવામાં મસ્ક મોટા ખેલાડી

ગ્રોકને જ્યારે એમ પુછવામાં આવ્યું કે X પર સૌથી વધુ ખોટા સમાચાર કોણ ફેલાવે છે ત્યારે તેણે જવાબ આપ્યો કે, આ શોધવું મુશ્કેલ છે. પરંતુ, મારી પાસે જે ડેટા છે અને મારી ક્ષમતા છે તે મુજબ, એલોન મસ્ક આ બાબતમાં એક મોટો ખેલાડી છે. એવું માનવામાં આવે છે કે મસ્ક દ્વારા બનાવેલ ગ્રોક તેમના માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ગ્રોક જે પ્રકારની હિંમત દાખવી છે તેના પરથી લાગે છે કે તે દિવસ દૂર નથી જ્યારે તેનો અંત આવશે.

રમુજી અને બળવાખોર જવાબો માટે રચાયેલ ગ્રોક

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્કની કંપની xAI એ ગ્રોક નામનો AI ચેટબોટ બનાવ્યો છે. આ ચેટબોટ ChatGPT ની જેમ જ ટેક્સ્ટ બનાવી શકે છે અને લોકો સાથે વાત કરી શકે છે. જોકે તે X (અગાઉનું ટ્વિટર) માંથી રીઅલ-ટાઇમ અપડેટ્સ મેળવી શકે છે, તે રમુજી અને બળવાખોર જવાબો માટે રચાયેલ છે. તે મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. Grok નો ઉપયોગ Premium X સબ્સ્ક્રિપ્શન દ્વારા કરી શકાય છે. મસ્કે આને ChatGPTના પ્રત્યુત્તર તરીકે બનાવ્યું છે. તેમનું માનવું છે કે ચેટજીપીટી ખૂબ ડાબેરી અને ખતરનાક છે. xAI નો ઉદ્દેશ OpenAI સાથે સ્પર્ધા કરવાનો છે.

નવેમ્બર 2023માં ગ્રોક લોન્ચ કરાયું હતું

ગ્રોકને નવેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ધરાવતા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ગ્રોક-1 એ ગ્રોક ચલાવતું મોટું લેંગ્વેજ મોડેલ છે. તે જેએએક્સ અને રસ્ટ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આનાથી xAIને ગ્રોક ઝડપથી અને કાર્યક્ષમ રીતે વિકસાવવામાં મદદ મળી.

આ પણ વાંચોઃ જાણો સુનીતા વિલિયમ્સની વાપસી પર એલન મસ્કે શું કહ્યું ?

આ પણ વાંચોઃ Starlink ની ભારતમાં એન્ટ્રી કન્ફર્મ!Fiber ઇન્ટરનેટને પણ આપશે ટક્કર

Tags :
AI AssistantChatGPTelon muskfake newsGrok ChatbotGujaratFirstgujaratfirstnewsJAXMusk’s AI ResponseRustSpacexTeslaX Social MediaxAI