Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MUMBAI હવે ચીનની રાજધાની કરતાં નીકળ્યું આગળ, બન્યું એશિયાનું Billionaire Capital

મુંબઈ ( MUMBAI ) ભારતના અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. હવે મુંબઈનો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે. મુંબઈ શહેર ( MUMBAI ) હાલ ખૂબ જ ચર્ચામાં છે. વાસ્તવમાં બાબત એમ છે કે, હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ...
mumbai હવે ચીનની રાજધાની કરતાં નીકળ્યું આગળ  બન્યું એશિયાનું  billionaire capital
Advertisement

મુંબઈ ( MUMBAI ) ભારતના અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. હવે મુંબઈનો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે. મુંબઈ શહેર ( MUMBAI ) હાલ ખૂબ જ ચર્ચામાં છે. વાસ્તવમાં બાબત એમ છે કે, હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ વખત મુંબઈ ( MUMBAI ) એશિયાના અબજોપતિઓની રાજધાની બની છે. મુંબઈએ વિશ્વના ટોચના શહેરોને પાછળ મૂકી દીધું છે. મુંબઈએ ચીનના બેઈજિંગ કરતાં પણ વધુ આગળ નીકળ્યું છે, મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. બેઇજિંગના 16,000 ચોરસ કિલોમીટર કરતાં વધુ અબજોપતિઓ હવે મુંબઈના 603 ચોરસ કિલોમીટરમાં રહે છે.

Advertisement

મુંબઈએ બેઇજિંગને છોડ્યું પાછળ

હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટના આધારે ભારતની ચીન સાથે સરખામણી કરવામાં આવે તો ભારતમાં 271 અબજોપતિ છે અને ચીનમાં 814 અબજોપતિ છે, જ્યારે બેઇજિંગની સરખામણીમાં મુંબઈમાં 92 અબજોપતિ છે અને બેઇજિંગમાં 91 અબજોપતિ છે. ન્યૂયોર્ક પછી, મુંબઈ ( MUMBAI ) હવે અબજોપતિઓની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. અબજોપતિઓની બાબતમાં ન્યૂયોર્ક પ્રથમ ક્રમે છે. અહીં સૌથી વધુ 119 અબજોપતિ રહે છે. આ પછી લંડન આવે છે, જ્યાં 97 અબજોપતિ છે. આ મામલે મુંબઈ ત્રીજા સ્થાને છે.

Advertisement

અબજોપતિઓની કુલ સંપત્તિ

મુંબઈના અબજોપતિઓની કુલ સંપત્તિ $445 બિલિયન છે, જે ગયા વર્ષ કરતાં 47 ટકા વધુ છે. તે જ સમયે, બેઇજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ $265 બિલિયન છે, જેમાં 28 ટકાનો ઘટાડો થયો છે. મુંબઈના સંપત્તિ ક્ષેત્રોમાં ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે, જેમાં મુકેશ અંબાણી જેવા અબજોપતિના નામનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ ખેલાડી મંગલ પ્રભાત લોઢા (અને પરિવાર) પાસે સૌથી વધુ સંપત્તિ છે.

Advertisement

મુકેશ અંબાણીનો જલવો હજી પણ કાયમ

આ યાદીમાં સંપત્તિમાં વધારા સાથે મુકેશ અંબાણીએ 10મું સ્થાન જાળવી રાખ્યું છે. જેનો શ્રેય મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જાય છે. એએ જ રીતે, ગૌતમ અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થતાં તેઓ વૈશ્વિક સ્તરે 8 સ્થાન આગળ વધીને 15માં સ્થાને પહોંચી ગયા છે. HCLના શિવ નાદર અને તેમના પરિવારની નેટવર્થ અને વૈશ્વિક રેન્કિંગ બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Japan : જાપાન પોતાના સંવિધાનનો ભંગ કરશે, દુનિયાને પોતાના લડાકુ વિમાન વેચશે

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Russia Ukraine War: વ્લાદિમીર પુતિનનું ટુંક સમયમાં મોત! ઝેલેન્સ્કીના નિવેદનથી મચ્યો હડકંપ

featured-img
આંતરરાષ્ટ્રીય

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને ચોથા સંતાનનું સ્વાગત કર્યું, નામ રાખ્યું 'હિંદ'

featured-img
ટેક & ઓટો

Solar eclipse 2025 : વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે, આ રીતે તમારા મોબાઇલ-ટેબ્લેટ પર જુઓ LIVE

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump new Tariff Policy : US માં કાર ખરીદવી મોંઘી થશે

featured-img
આંતરરાષ્ટ્રીય

Israel Gaza war: હમાસ વિરુદ્ધ હવે ગાઝાના લોકોનો જ 'હલ્લાબોલ',જાણો શું છે કારણ

featured-img
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ કોરિયાના જંગલમાં ભીષણ આગ! 43 હજાર એકર જમીન બળીને ખાખ

Trending News

.

×