Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IRAN : EBRAHIM RAISI બાદ હવે MOHAMMAD MOKHBER બની શકે છે ઈરાનના PRESIDENT, જાણો તેમના વિશે સંપૂર્ણ માહિતી

MOHAMMAD MOKHBER THE NEXT PRESIDENT OF IRAN ? : રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. તેમની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ગઇકાલે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પછી...
iran   ebrahim raisi બાદ હવે  mohammad mokhber બની શકે છે ઈરાનના president  જાણો તેમના વિશે સંપૂર્ણ માહિતી

MOHAMMAD MOKHBER THE NEXT PRESIDENT OF IRAN ? : રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. તેમની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ગઇકાલે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પછી ઈરાની સેનાએ હેલિકોપ્ટરની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એરક્રાફ્ટનો કાટમાળ મળી આવ્યો હતો. હવે મળતી માહિતી અનુસાર, ઈરાનના ટોચના નેતાઓએ ઈમરજન્સી બેઠક યોજી છે. આ બેઠકમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટરના દુર્ઘટના અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે દરેકમાં મનમાં પ્રશ્ન હશે કે ઈબ્રાહિમ રાયસી બાદ રાષ્ટ્રપતિની જવાબદારી કોણ  સંભાળશે. એવી માહિતી સામે આવી રહી છે કે,  હવે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના અવસાન બાદ ઉપરાષ્ટ્રપતિ MOHAMMAD MOKHBER ને જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Advertisement

MOHAMMAD MOKHBER બની શકે છે રાષ્ટ્રપતિ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, હવે ઇબ્રાહિમ રાયસીના અવસાન બાદ ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બર દેજફુલી રાષ્ટ્રપતિ બની શકે છે. વર્ષ 2021 માં જ્યારે ઈબ્રાહિમ રાયસીએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારે તેમણે મોહમ્મદ મોખ્બરને પોતાના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા હતા. ઈબ્રાહિમ રાયસી પછી MOHAMMAD MOKHBER દેશના બીજા સૌથી મોટા નેતા તરીકે ઓળખાય છે. મોહમ્મદ મોખ્બરે વર્ષોથી આયતુલ્લા અલી ખમેનીના આદેશ પર બાંધવામાં આવેલા ફાઉન્ડેશનનું પણ નેતૃત્વ કર્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2007માં આયતુલ્લાહ ખામેની દ્વારા મોખબરને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Advertisement

કોણ છે MOHAMMAD MOKHBER ?

 વર્ષ 1955માં મોહમ્મદ મોખ્બરનો જન્મ ઈરાનના દેજપુલમાં થયો હતો. તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો તેમની પાસે બે ડોક્ટરેટની ડિગ્રી છે. મોખ્બર વિશે વાત કરવામાં આવે તો તેઓ ઉપરાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે હાલમાં તેઓ એક્સપેડિએન્સી ડિસ્ક્રિમિનેશન કાઉન્સિલના સભ્ય પણ છે. ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરની પણ પ્રશાસન પર સારી પકડ છે.તેઓ અગાઉ સિના બેંકના બોર્ડના અધ્યક્ષ અને ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચો : IRAN PRESIDENT EBRAHIM RAISI DEATH : હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિનું મોત, 17 કલાક બાદ મળ્યો હેલિકોપ્ટરનો કાટમાળ

Advertisement

Tags :
Advertisement

.