Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માર્ક ઝુકરબર્ગને MMA સ્પર્ધાની તૈયારી કરતી વખતે ઘૂંટણમાં ગંભીર ઇજા, સારવાર માટે સર્જરીની પડી ફરજ

મેટાના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જાહેર કર્યું હતું કે આગામી મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA) સ્પર્ધાની તૈયારી કરતી વખતે તેઓ આકસ્મિક ઇજા ભોગ બન્યા છે. માર્કે સમગ્ર બાબત વિશે ઇન્સ્ટાગ્રામ પર સમાચાર શેર કર્યા હતા અને હાલની પરિસ્થિતિ બાબતે લોકોને માહિતગાર...
05:30 PM Nov 04, 2023 IST | Harsh Bhatt

મેટાના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જાહેર કર્યું હતું કે આગામી મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA) સ્પર્ધાની તૈયારી કરતી વખતે તેઓ આકસ્મિક ઇજા ભોગ બન્યા છે. માર્કે સમગ્ર બાબત વિશે ઇન્સ્ટાગ્રામ પર સમાચાર શેર કર્યા હતા અને હાલની પરિસ્થિતિ બાબતે લોકોને માહિતગાર કર્યા હતા. મેટાના કર્તા હર્તાએ ઈજાને પહોંચી વળવા માટે સર્જરી કરાવવાની ફરજ પડી હતી અને હવે તે રિકવરીના તબક્કામાં છે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, ઝકરબર્ગે, તેના હોસ્પિટલથી ઘણા ફોટા શેર કર્યા હતા. તેણે તેની સારવાર માટે જવાબદાર તબીબી ટીમનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "ડોકટરો અને ટીમ મારી સંભાળ લઈ રહ્યા છે તે બદલ આભાર."

MMA માં માર્ક ઝકરબર્ગની રુચિ જાણીતી, તે તાલીમ અને સ્પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લે છે

ઝકરબર્ગે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ આવતા વર્ષની શરૂઆતમાં સ્પર્ધાત્મક MMA લડાઈ માટે તાલીમ લઈ રહ્યા હતા. જો કે, ઈજાને કારણે હરીફાઈમાં ભાગ લેવાની તેની યોજનામાં અસ્થાયી રૂપે વિલંબ થયો છે. ઝકરબર્ગે તેમના સમર્થકોના પ્રેમ અને પ્રોત્સાહન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો --  મિયાંવાલી એરબેઝમાં યુદ્ધ જેવી સ્થિતિ, અત્યાર સુધીમાં 9 આતંકવાદીઓ માર્યા ગયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

Tags :
CEOFacebookHospitalinjuryInstagrammark zuckerbergMetaMMA
Next Article