MALAWI : ઉપરાષ્ટ્રપતિની અંતિમ યાત્રામાં જવું લોકોને પડ્યું ભારે, એક કાર આવી અને..
MALAWI : આફ્રિકાના એક દેશ MALAWI માંથી હવે એવી ઘટના સામે આવી છે જેના વિશે તમે સાંભળીને ચોંકી જશો. MALAWI ના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાનું આ અઠવાડિયે અવસાન થયું હતું. સાઉલોસ ચિલિમાનું અવસાન પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમની આ અંતિમ યાત્રામાં એકતરફ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ત્યારે અહી એક ભયાવહ ઘટના બની હતી. સાઉલોસ ચિલિમાના અંતિમ સંસ્કારના કાફલામાં સામેલ એક વાહને બેકાબૂ થઈને ચાર લોકોને કચડી નાખ્યા હતા વધુમાં આ ઘટનામાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે.
નોંધનીય છે કે, MALAWI ના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમાનું આ અઠવાડિયે પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. સોલોસ ચિલીમાના મૃતદેહને સોમવારે અંતિમ સંસ્કાર પહેલા તેના ગામ નસિપ્પે લઈ જવામાં આવી રહ્યો હતો. કાફલામાં કાર, અન્ય સૈન્ય, પોલીસ અને નાગરિક વાહનો સામેલ હતા. તેમનું ગામ રાજધાની લિલોંગવેથી 180 કિલોમીટર દક્ષિણમાં છે. તેમની આ અંતિમ યાત્રા દરમિયાન એક બેકાબૂ કારે ચાર લોકોને કચડી નાખતા લોકોમાં નાસભાગ મચી હતી. આ અકસ્માતમાં બે મહિલા અને બે પુરુષ રાહદારીઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મલાવીના ઉપરાષ્ટ્રપતિની આ અંતિમ યાત્રામાં ઉપરાષ્ટ્રપતિના ઝભ્ભાની ઝલક મેળવવા માટે હજારો લોકો રસ્તાઓ પર ઉભા હતા ત્યારે વાહન તેનાથી દૂર જવાનો પ્રયાસ કરતી વખતે ભીડમાં ઘૂસી ગયું હતું. વધુમાં જાણવા મળ્યું હતું કે, માર્ગમાં કેટલીક જગ્યાએ તણાવ હતો. કારણ કે શોકાતુર લોકો ઇચ્છતા હતા કે સરઘસ અટકાવવામાં આવે જેથી તેઓ શબપેટી જોઈ શકે.
આ પણ વાંચો : Pakistan News: 12 વર્ષની દિકરીને 72 વર્ષના વૃદ્ધને પિતાએ સોંપી દીધી