ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

US Visa : વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું અઘરું! જાણો રિજેક્શનના શું છે કારણો

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી અમેરિકા સતત વધુને વધુ વિદ્યાર્થી વિઝા કરી રહી રિજેક્ટ 2023-24માં અમેરિકાને કુલ 6.79 લાખ અરજીઓ મળી   America : વિદ્યાર્થીઓ માટે અમેરિકા(America) જવું હવે સરળ રહ્યું નથી. અમેરિકા સતત વધુને વધુ...
05:32 PM Mar 24, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
United States

 

America : વિદ્યાર્થીઓ માટે અમેરિકા(America) જવું હવે સરળ રહ્યું નથી. અમેરિકા સતત વધુને વધુ વિદ્યાર્થી વિઝા ( student Visa)  નકારી રહ્યું છે. આ સંખ્યા છેલ્લા દાયકામાં તેના ઉચ્ચતમ સ્તરે છે. અમેરિકાએ (America) ગયા નાણાકીય વર્ષ (ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024) માં બધા દેશોની 41 ટકા F-1 વિઝા અરજીઓ નકારી કાઢી હતી. આ આંકડો દર્શાવે છે કે હવે પહેલા કરતાં યુએસ વિઝા મેળવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે.

દેશવાર ડેટા શેર કરવામાં આવ્યો નથી

મળતી માહિતી મુજબ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. 2023-24માં અમેરિકાને F-1 વિઝા માટે કુલ 6.79 લાખ અરજીઓ મળી હતી, જેમાંથી 2.79 લાખ (41 ટકા) અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. જ્યારે 2022-23માં કુલ 6.99 લાખ અરજીઓમાંથી 2.53 લાખ (36 ટકા) અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. પરંતુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે F-1 વિઝા માટે દેશવાર અસ્વીકાર દરનો ડેટા શેર કર્યો નથી.

જાણો F-1 વિઝા વિશે

F-1 વિઝા એ યુએસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોન-ઈમિગ્રન્ટ કેટેગરી છે, જ્યારે M-1 વિઝા વ્યાવસાયિક અને બિન-શૈક્ષણિક કાર્યક્રમોને આવરી લે છે. આ વર્ષે F-1 વિઝા પર કેન્દ્રિત હતું, જે વાર્ષિક ધોરણે જાહેર કરાયેલા યુએસ વિદ્યાર્થી વિઝાના 90 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

રિજેક્શનમાં જોવા મળ્યો છે સતત ઘટાડો

 ગયા વર્ષે 2024 ના પ્રથમ 9 મહિનામાં ભારતીયોને જાહેર કરાયેલા વિદ્યાર્થી વિઝાની (USAStudentsvisa)સંખ્યામાં 2023 ના સમાન સમયગાળાની તુલનામાં 38 ટકાનો ઘટાડો થયો છે. માહિતી મુજબ છેલ્લા દાયકામાં તમામ દેશોમાંથી કુલ અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, વિદ્યાર્થી વિઝા નકારવામાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં વધારો થયો છે. 2014-15માં કુલ અરજીઓની સંખ્યા8.56 લાખ પર પહોંચી હતી, પરંતુ આગામી કેટલાક વર્ષોમાં તેમાં સતત ઘટાડો જોવા મળ્યો. કોરોના મહામારી પછી અરજીઓની સંખ્યામાં સતત વધારો થયો પરંતુ 2023-24માં ઘટાડો જોવા મળ્યો છે. 2023-24માં કુલ 4.01 લાખ F-1 વિઝા જાહેર કરવામાં આવ્યા હતા, જે પાછલા વર્ષ (4.45 લાખ) કરતા ઓછા છે.

આ પણ  વાંચો -આર્ટિસ્ટ પર ટ્રમ્પનો આક્ષેપ! ઓબામાનું ચિત્ર સારું, મારું ખરાબ કેમ?

F1 વિઝા રિજેક્શનના મુખ્ય કારણો

યુએસ એમ્બેસી એ ખાતરી કરવા માંગે છે કે વિદ્યાર્થી પાસે તેના અભ્યાસ અને રહેવાના ખર્ચ માટે પૂરતા પૈસા હોય. જો અરજદારની નાણાકીય સ્થિતિ સ્પષ્ટ ન હોય અથવા બેંક સ્ટેટમેન્ટમાં વિસંગતતા હોય, તો વિઝા અસ્વીકારની શક્યતા વધી જાય છે.

આ પણ  વાંચો -Maldivesના પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે ભારતનું કર્યુ સમર્થન, ભારતીય સૈનિકો સંદર્ભે મુઈઝ્ઝુના નિર્ણયને ખોટો ઠેરવ્યો

ખોટા અથવા અધૂરા ડોક્યુમેન્ટ

વિઝા અરજી પ્રોસેસમાં ડોક્યુમેન્ટની ચોકસાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોટી માહિતી, અધૂરા ડોક્યુમેન્ટ અથવા ખોટા ડોક્યુમેન્ટના કિસ્સામાં, વિઝા અરજી તાત્કાલિક નકારી કાઢવામાં આવે છે.

આ પણ  વાંચો -Israel એ ગાઝામાં કર્યો મોટો હવાઈ હુમલો, હમાસ નેતા અલ-બરદાવીલનુ મોત

અમેરિકામાં રહેવાના ઈરાદા અંગે શંકાઓ

યુ.એસ. અધિકારીઓને વિશ્વાસ હોવો જોઈએ કે વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના વતન પરત ફરશે. જો તેમને લાગે કે અરજદાર કાયમી ધોરણે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે, તો તેમના વિઝા નકારવામાં આવે છે.

કોમ્યુનિકેશન સ્કિલ્સ અને ઈન્ટરવ્યૂ પ્રરફોર્મન્સ

વિઝા ઈન્ટરવ્યૂ દરમિયાન અધિકારીઓ સાથે વાત કરતી વખતે આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો અરજદાર પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શકતો નથી અથવા ગભરાઈ જાય છે, તો વિઝા મળવાની શક્યતા ઘટી જાય છે.જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, 2021 માં 65,235 અને 2022 માં 93,181 વિઝા જાહેર કરવામાં આવ્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં ભારતીય વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો છે. ઓપન ડોર્સ 2024 ના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે 2023-24માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચીની વિદ્યાર્થીઓ કરતાં વધી ગઈ હતી, જેના કારણે ભારતીયો યુએસમાં સૌથી મોટો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જૂથ (આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના 29.4%) બન્યો. ડેટા મુજબ 2023-24માં યુએસમાં 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ હતા, જે ભારતીય જૂથ માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

Tags :
AmericaF1 VisaFOREIGN STUDENTindian visastudent visastudent Visa for studentstudent Visa to USUnited Statesvisa application