Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિઝબુલ્લાહ પર ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હવાઈ હુમલો, 150 થી વધુ ઠેંકાણા નષ્ટ કર્યા

મિડલ ઇસ્ટમાં તંગ વાતાવરણ લેબનનમાં ઈઝરાયલના હુમલાથી હિઝબુલ્લાહને ભારે નુકસાન 150 થી વધુ આતંકવાદી માળખાને તોડી પાડવામાં આવ્યા Israeli airstrike on Hezbollah : મંગળવારની રાત્રીએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઇલથી હુમલો (missile attack) કરવામાં આવ્યો હતો, જે પછી મિડલ...
હિઝબુલ્લાહ પર ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હવાઈ હુમલો  150 થી વધુ ઠેંકાણા નષ્ટ કર્યા
Advertisement
  • મિડલ ઇસ્ટમાં તંગ વાતાવરણ
  • લેબનનમાં ઈઝરાયલના હુમલાથી હિઝબુલ્લાહને ભારે નુકસાન
  • 150 થી વધુ આતંકવાદી માળખાને તોડી પાડવામાં આવ્યા

Israeli airstrike on Hezbollah : મંગળવારની રાત્રીએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઇલથી હુમલો (missile attack) કરવામાં આવ્યો હતો, જે પછી મિડલ ઇસ્ટ (Middle East) માં વાતાવરણ તંગ બની ગયું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઇઝરાયેલી સેના (Israeli army) એ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેંકાણાઓ પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા લક્ષિત હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ હેડક્વાર્ટર, હથિયારોના સંગ્રહ સુવિધાઓ અને રોકેટ લોન્ચર્સ સહિત 150 થી વધુ આતંકવાદી માળખાને તોડી પાડવામાં આવ્યા છે.

ઈઝરાયેલે આજે હિઝબુલ્લા પર કર્યો હુમલો

આ દરમિયાન મોટી સંખ્યામાં આતંકીઓ પણ માર્યા ગયા છે. જો કે, તેમના નંબર વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. 1 ઓક્ટોબરે તેલ અવીવ પર ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે આજે હિઝબુલ્લા પર આ હુમલો કર્યો છે. ઈઝરાયેલે પણ ઈરાન સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે અમારા સૈનિકોએ IAFના સહયોગથી સરહદની નજીક આતંકવાદીઓને ખતમ કરી દીધા છે અને ચોકસાઇ-માર્ગદર્શિત હથિયારો અને પ્રવૃત્તિઓ દ્વારા હિઝબુલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે.

Advertisement

Advertisement

હિઝબુલ્લાહના આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે

જેમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર્સ, વિસ્ફોટક સ્ટોર્સ અને વધારાના લશ્કરી સાધનોનો સમાવેશ થાય છે, જે ઇઝરાયેલી દળો દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઇરાની હુમલા છતાં ઇઝરાયેલી દળો લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યાંકો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. ઈઝરાયેલની સેના પણ ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે, જેમાં હિઝબુલ્લાહના આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Iran-Israel Conflict : મિસાઈલ હુમલા વચ્ચે કપલના લગ્નનો ફોટો વાયરલ

Tags :
Advertisement

Related News

featured-img
એક્સક્લુઝીવ

Cyber Fraud: જીવનસાથી માટે એપ્લિકેશન પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! આ વ્યક્તિ સાથે જે થયું તે વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા, તમે પણ લઈ શકશો કોર્ટરૂમની મુલાકાત

featured-img
Top News

Banaskantha: માત્ર 99 રૂપિયાની કૂપન ખરીદો અને જીતો લાખોના આકર્ષક ઈનામનું કૌભાંડ

featured-img
રાષ્ટ્રીય

ફ્લોપ રહ્યા બાદ ફરી ભગવાનની શરણે પહોંચ્યો Virat Kohli, Anushka પણ રહી હાજર

featured-img
રાજકોટ

Surendranagar બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ

featured-img
Top News

જ્યારે અમેરિકાએ મારા વિઝા નકાર્યા ત્યારે મને આઘાત લાગ્યો હતો, પણ મેં એક સંકલ્પ પણ લીધો: નરેન્દ્ર મોદી

×

Live Tv

Trending News

.

×