Gaza માં કબજો કરવા Israeli સેનાનો નવો પ્લાન, આરબ દેશોમાં ગભરાટ
- ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાની ઈઝરાયેલની યોજના
- ઇઝરાયેલ સરકાર ગાઝામાં સૈનિકો તૈનાત કરશે
- પેલેસ્ટાઈન અને આરબ દેશોની સમસ્યાઓ વધશે
Gaza Conflict : ઇઝરાયલી સૈન્ય થોડા મહિનામાં ગાઝાને સંપૂર્ણપણે કબજે કરવા અને ત્યાં લશ્કરી શાસન સ્થાપિત કરવા માટે એક મોટા ગ્રાઉન્ડ આક્રમણની યોજના બનાવી રહ્યુ છે. આ ત્યારે થયું છે જ્યારે યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલે ગાઝામાં ફરી ભીષણ હુમલા શરૂ કર્યા છે.
પેલેસ્ટાઈન અને આરબ દેશોની સમસ્યાઓ વધશે
ઈઝરાયલે ગાઝાને સંપૂર્ણ રીતે કબજે કરવાની યોજના બનાવી છે. ઈઝરાયલ ગાઝા પર જોરદાર હુમલો કરીને સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ તેની સેનાની મદદથી તેના પર શાસન કરવાની યોજના ધરાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇઝરાયલ સરકાર ગાઝા પર સંપૂર્ણ કબજો કર્યા પછી ત્યાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરશે. આ તૈનાતી 50 હજાર સૈનિકોની હોઈ શકે છે. ગાઝાની સ્થાનિક વસ્તીને મોટા પાયા પર સ્થાનાંતરિત કરવાની પણ યોજના છે. તેનાથી પેલેસ્ટાઈન અને આરબ દેશોની સમસ્યાઓ વધી શકે છે.
ઇઝરાયલી સેના ગાઝા પર નિયંત્રણ ઈચ્છે છે
ઈઝરાયલે ઓક્ટોબર 2023થી ગાઝામાં સતત ભીષણ હુમલાઓ કર્યા છે. આ પહેલા પણ ઈઝરાયલ ગાઝા પર વારંવાર હુમલા કરી ચુક્યું છે. જો કે, તે ગાઝા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં સફળ થઈ શકશે નહીં. અત્યાર સુધી ઇઝરાયલી સેનાએ યુદ્ધ બાદ અસ્થાયી રૂપે પીછેહઠ કરી છે પરંતુ હવે તેની પરત ફરવાની કોઈ યોજના નથી. તે ગાઝા પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે.
આ પણ વાંચો : મેલબોર્ન કોન્સર્ટમાં Neha Kakkar ને ચાહકોની માફી માંગવી પડી, જુઓ Video
ઈઝરાયલે નવો પ્લાન બનાવ્યો
ઇઝરાયલ ગાઝાને કબજે કરવા માટે 50,000 સૈનિકો તૈનાત કરશે. આ યોજનામાં ગાઝામાં સૈન્ય શાસન સ્થાપિત કરવાનો અને અહીંની વસ્તીને બળજબરીથી અલ-મવાસી વિસ્તારમાં સ્થાનાંતરિત કરવાનો પણ સમાવેશ થાય છે. અલ-માવાસી એક નાનો માનવતાવાદી વિસ્તાર છે. આનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં લોકો નાની જગ્યામાં રહેવા માટે મજબૂર થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવ ઇઝરાયલની સુરક્ષા કેબિનેટ સમક્ષ છે, તેને હજુ સુધી મંજૂરી મળી નથી. FTએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ગાઝા માટે આ યોજના ઈઝરાયલી સેનાના નવા ચીફ ઓફ સ્ટાફ દ્વારા બનાવવામાં આવી છે. આ યોજના પર તેમને દક્ષિણપંથી (જમણેરી) મંત્રીઓનું સમર્થન પણ મળ્યું છે. જો ઇઝરાયલ આ યોજના સાથે આગળ વધે છે, તો ગાઝામાં મોટા પાયે રક્તપાત થઈ શકે છે અને મોટી માનવતાવાદી દુર્ઘટના સર્જાઈ શકે છે.
ગાઝામાં સ્થિતિ વણસી શકે છે
ગાઝા માટે ઈઝરાયલ અને અમેરિકા તરફથી તાજેતરમાં જે યોજનાઓ આવી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી સ્થાનિક વસ્તીને દૂર કરવામાં આવશે. આવી સ્થિતિમાં માત્ર પેલેસ્ટાઈન જ નહીં પરંતુ આરબ દેશો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં કહ્યું હતું કે ગાઝાના લોકોને અહીંથી બહાર કાઢીને પડોશી આરબ દેશોમાં મોકલવામાં આવે. આરબ દેશો અને ગાઝાના લોકોએ આનો સખત વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ છે કે ઇઝરાયલ માટે ગાઝાના લોકોને દૂર કરવા સરળ રહેશે નહીં.
આ પણ વાંચો : 'જોજો કોઈ પાછળ ન રહી જાય...', સાડી અને ચંપલમાં મમતા બેનર્જીએ લંડનના પાર્કમાં જોગિંગ કરી જુઓ Viral Video