Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hamas war: ઈઝરાયેલ પર થયો મિસાઈલથી હુમલો; એક ભારતીયનું મોત, બે ઘાયલ

Israel-Hamas war: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના ચાલી રહેવા યુદ્ધને અત્યારે પાંચ મહિના જેટલો સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. દરમિયાન, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસ તેમજ લેબનોનથી હિઝબુલ્લાહ તરફથી હુમલાઓનો સામનો કરી...
israel hamas war  ઈઝરાયેલ પર થયો મિસાઈલથી હુમલો  એક ભારતીયનું મોત  બે ઘાયલ

Israel-Hamas war: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના ચાલી રહેવા યુદ્ધને અત્યારે પાંચ મહિના જેટલો સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. દરમિયાન, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસ તેમજ લેબનોનથી હિઝબુલ્લાહ તરફથી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. મંગળવારે આવા જ એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું, અને સાથે બે ભારતીયો ઘાયલ પણ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો લેબનોનથી થયો હતો.

Advertisement

હુમલામાં કેરળના એક વ્યક્તિનું મોત થયું

જો અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, લેબનોનથી છોડવામાં આવેલી ટેન્ક વિરોધી મિસાઈલ ઈઝરાયેલની ઉત્તરીય સરહદ નજીક માર્ગલિયોટના એક બગીચામાં અથડાઈ હતી. જેના કારણે કેરળના એક વ્યક્તિનું મોત થયું હતું. વધુ બે ઈજાગ્રસ્તો કેરળના જ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સિવાય પણ અન્ કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલની બચાવ સેવાના પ્રવક્તા માઝેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે સવારે 11 વાગે ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ ગાર્ડનમાં બની હતી. કેરળના કોલ્લમના રહેવાસી પટનીબેન મેક્સવેલે આમાં જીવ ગુમાવ્યો હતો. તેમના મૃતદેહને જીવા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

આ ઘટનામાં એક વિદેશી નાગરિકનું પણ મોત થયું

ઈજાગ્રસ્ત બુશ જોસેફ જ્યોર્જને પેતાહ ટિકવાની બેલિન્સન હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તેના ચહેરા અને શરીર પર ઘણી ઈજાઓ થઈ છે. તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. તેઓ ભારતમાં તેમના પરિવાર સાથે પણ વાત કરી શકે છે. અત્યારે મળતી વિગતો પ્રમાણે ઘાયલ થયેલા બીજા વ્યક્તિ પૌલ મેલ્વિનને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને ઈઝરાયલના સેફેડ શહેરની ઝીવ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે. મળતી જાણકારી પ્રમાણે તે કેરળના ઈદુક્કી જિલ્લાથી આવતો હતો. અગાઉ, ઇઝરાયેલ એજન્સીએ કહ્યું હતું કે આ ઘટનામાં એક વિદેશી નાગરિકનું મોત થયું હતું, જ્યારે સાત અન્ય ઘાયલ થયા હતા.

Advertisement

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું

ઇઝરાયેલી દુતાવાસે ભારતીયોના મોત પર સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘શિયા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલના માર્ગલિયોટમાં એક બગીચામાં કાયરતાપૂર્ણ હુમલામાં ભારતીય નાગરિકના મૃત્યુ અને ઇજાથી અમે આઘાત અને દુઃખી છીએ. ઇઝરાયેલની તબીબી સંસ્થાઓ ઘાયલોની સેવા કરવા માટે તૈયાર છે. તેને અમારા મેડિકલ સ્ટાફ તરફથી શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે.’

ઉલ્લેખનીય છે કે, અત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલતી રહે છે. એવું માનવામાં આવે છે કે લેબનોનથી આ હુમલા પાછળ ઈરાન સમર્થિત શિયા સંગઠન હિઝબુલ્લાહનો હાથ છે. ગાઝામાં ઈઝરાયેલના યુદ્ધના વિરોધમાં 8 ઓક્ટોબરથી હિઝબોલ્લા લગભગ દરરોજ રોકેટ, મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરી રહ્યું છે. આ હુમલાઓમાં ઈઝરાયેલની સેનાને પણ ઘણું નુકસાન થયું છે.

Advertisement

આ પણ વાંચો: France Abortion Rights: ફ્રાંસનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને ગર્ભપાત કરવાનો બંધારણીય અધિકાર આપ્યો

આ પણ વાંચો: Bomb Blast Threat : ‘બેંગલુરુને બોમ્બથી ઉડાવી દઈશું’, શાહિદ ખાન નામના વ્યક્તિનો આવ્યો ઈમેઈલ

Tags :
Advertisement

.