Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકા પર ISIS એ કર્યો આતંકવાદી હુમલો, ટ્રક ડ્રાઇવર શમશુદ્દીન હતો આતંકવાદી

New Orleans truck attack : અમેરિકાના ન્યૂ ઓર્લિન્સની બાર્બન સ્ટ્રીટમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને એક ટ્રક ડ્રાઇવરે ટક્કર મારી દીધી અને ભીડ પર ગોળીબાર કર્યો હતો.
અમેરિકા પર isis એ કર્યો આતંકવાદી હુમલો  ટ્રક ડ્રાઇવર શમશુદ્દીન હતો આતંકવાદી
Advertisement
  • શમશુદ્દીન પૂર્વ અમેરિકન આર્મીનો જવાન હતો
  • શમશુદ્દીને ISIS માટે પોસ્ટ કર્યા બાદ હુમલો કર્યો
  • પોલીસ તપાસમાં ટ્રક્માંથી ISIS નો ઝંડો પણ મળી આવ્યો

વોશિંગ્ટન : અમેરિકાના ન્યૂ ઓર્લિન્સની બાર્બન સ્ટ્રીટમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને એક ટ્રક ડ્રાઇવરે ટક્કર મારી દીધી અને ભીડ પર ગોળીબાર કર્યો હતો. હાલના આંકડા અનુસાર આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 10 થી વધીને 15 થઇ ચુકી છે. FBI દ્વારા આ હુમલાને આતંકવાદી હુમલો માનતા તપાસ શરૂ કરી દીધી છે, કારણ કે વાહનથી આતંકવાદી સંગઠન ISIS નો ઝંડો મળ્યો છે. જો કે પોલીસ જવાબી કાર્યવાહીમાં હુમલાખોર વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે.

આ પણ વાંચો : મનુ ભાકર સહિત આ 4 ખેલાડીઓને મળશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર

Advertisement

FBI તપાસમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા

FBI એ જણાવ્યું કે, બુધવારે ફ્રેંચ ક્વાર્ટરમાં બોર્બન સ્ટ્રીટ પર આશરે 03.15 વાગ્યે થયેલા હુમલા બાદ પોલીસ સાથેના ઘર્ષણમાં આરોપી ડ્રાઇવરનું મોત થઇ ચુક્યું છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જણાવ્યું કે, એફબીઆઇ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે, હુમલો કરનાર શમશુદ્દીન જબ્બર અમેરિકાનો પૂર્વ આર્મી જવાન છે.

Advertisement

શમશુદ્દીને ટ્રકથી લોકોને કચડ્યા બાદ કર્યું ફાયરિંગ

શમશુદ્દીન રોડ પર ટ્રકથી હુમલો કર્યો હતો. જેમાં કૂલ 15 લોકોનાં મોત નિપજ્યાં હતા. એફબીઆઇની તપાસમાં તે વ્યક્તિ ISIS ની વિચારધારાથી પ્રેરિત હોવાનું સામે આવ્યું છે. તેણે હુમલાના કલાકો પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં તેણે પોતે જ સ્વિકાર કર્યો છે કે, તે આઇએસઆઇએસથી પ્રેરિત છે અને તે લોકોની હત્યા કરવાના ઇરાદે જ આ હુમલો કરી રહ્યો છે.

આ પણ વાંચો : Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ!

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ હુમલાને આતંકવાદી હુમલો હોવાનું સ્વિકાર્યું

FBI ના જણાવ્યા અનુસાર, સમશુદીન જબ્બર (ઉ.વ 42) અમેરિકાના ટેક્સાસનો નાગરિક છે. જે ફોર્ડની F 150 ઇલેક્ટ્રીક પિકઅપ ટ્રક લઇને ટોળામાં ઘુસી ગયો હતો. આ ટ્રકમાંથી ISIS નો ઝંડો પણ મળી આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જબ્બરને પણ પોલીસ ફાયરિંગમાં ગોળી વાગતા તેનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : Delhi : કેજરીવાલના આક્ષેપથી રાજકીય ગરમાવો, કેન્દ્રની ત્રણ કૃષિ કાયદા પાછા લાવવા તૈયારી?

Tags :
Advertisement

.

×