International News: લ્યો બોલો! ચાર ઈંચ લાંબી પૂંછડી સાથે થયો બાળકોનો જન્મ, માતા-પિતા હેરાન
International News: દુનિયામાં અત્યારે ઘણી અજીબો-ગરીબ ઘટનાઓ બની રહીં છે. સદીઓ પહેલા માનવીઓ પાસે પણ વાંદરાઓ જેવી પૂંછડીઓ હતી. પરંતુ હાલમાં જ ચીનમાં એક બાળકનો જન્મ 4 ઈંચ લાંબી પૂંછડી સાથે થયો હતો, જેને જોઈને માતા-પિતા ચોંકી ગયા હતા. આ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડોકટરોના મતે, આ ખૂબ જ દુર્લભ કેસ છે અને તે એક ખાસ સ્થિતિને કારણે થાય છે.
કેટલાક અંગો ખૂબ જ ઝડપથી વિકસિત થાય છેઃ ડૉક્ટર
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, આ બાળકનો જન્મ હાંગઝોઉ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થયો હતો. ન્યુરોસર્જન ડૉ. લીએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘પૂંછડીવાળા બાળકનો જન્મ એ અસામાન્ય વૃદ્ધિનું પરિણામ છે. તેમણે કહ્યું- જ્યારે કેટલાક અંગો ખૂબ જ ઝડપથી વિકસિત થાય છે અને પ્રક્રિયાને રોકી શકાતી નથી, ત્યારે આવી સ્થિતિ ઊભી થાય છે. અગાઉ અમને શંકા હતી કે કદાચ બાળકની કરોડરજ્જુ બાંધેલી છે. પરંતુ એમઆરઆઈમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી.’
બાળક પૂંછડી ચાર ઈંચ લાંબી
આ બાબતે ડૉક્ટરે કહ્યું કે, ‘જ્યારે કરોડરજ્જુ આસપાસના પેશીઓ સાથે અસામાન્ય રીતે જોડાયેલ હોય છે ત્યારે આવી પૂંછડી બહાર આવે છે. સામાન્ય રીતે આવું થતું નથી. તેનાથી અનેક પ્રકારની ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. આ પહેલીવાર નથી જ્યારે ચીનમાં પૂંછડી સાથે બાળકનો જન્મ થયો હોય. 2014 માં, પાંચ મહિનાની નુઓ નુઓ સ્પિના બિફિડા સાથે જન્મી હતી, જે વિકાસલક્ષી જન્મજાત ડિસઓર્ડર હતી. તેનાથી કરોડરજ્જુમાં ગેપ પડી જાય છે. તેના જન્મના થોડા દિવસોમાં તેની માતાએ જોયું કે એક પૂંછડી વધવા લાગી હતી, જેની લંબાઈ ચાર ઈંચ સુધી પહોંચી ગઈ હતી.
પૂંછડી તેની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી છે
ઉલ્લેખનીય છે કે, અત્યારે ડોક્ટરોએ આ પૂંછડીને નિકાળી દેવાનો આગ્રહ કર્યો છે અને સાથે સાથે બાળકની માતાને પણ આ અંગે વાત કરી છે. જો કે, બાળકની પૂંછડી તેની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોવાથી જો તેને દૂર કરવામાં આવે તો તેને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી હવે બાળકના માતા પિતાએ સમજી વિચારીને નિર્ણય લેવાનો છે.