USA: અમેરિકાના કેન્સાસ શહેરમાં થયો અંધાધૂન ગોળીબાર, 2 લોકોના મોત અને 22 ઘાયલ
Firing; Kansas, USA: અમેરિકાના કેન્સાસ શહેરમાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે. મળતી વિગતો આ ગોળીબારમાં બે લોકોનું મોત થયું છે. આ સાથે સાથે 22 લોકો ઘાયલ થયા છે, જેમાં આઠ તો બાળકો છે. ઉલ્લેખનીય છે કે, ગોળીબારની આ ઘટના સ્પોર્ટ્સ ઈવેન્ટ ‘સિટી ચીફ્સ સુપર બાઉલ’ દરમિયાન બની હતી. કેન્સાસ શહેર પોલીસ પ્રમુખ સ્ટેસી ગ્રેવ્સે આ અંગે જાણકારી આપી કે, ગોળીબારની ઘટનામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાટ લોકોએ આ શંકાસ્પદ માણસોને પકડવા માટે મદદ કરી હતી.
લોકોને અહીં સલામત વાતાવરણની અપેક્ષા હતી પરંતુ...
ગ્રેવ્સે કહ્યું કે, ‘આજે જે પણ ઘટના ઘટી છે તેને લઈને મને ખુબ જ દુઃખ થયું છે. અહીં આવેલા લોકોને ઓછામાં ઓછા સલામત વાતાવરણની અપેક્ષા હતી. પોલીસે ધરપકડ કરાયેલા લોકો વિશે તાત્કાલિક કોઈ માહિતી જાહેર કરી ન હતી.’ મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં બે લોકોના મોત સાથે 22 લોકો ઘાયલ થયા છે. જેને લઈને શહેરના પોલીસ વડાએ પોતાનું દુઃખ વ્યક્તિ કર્યું હતું.
જો કે, અહીં કેમ ગોળીબાર કરવામાં આવ્યો અને તેમનો મૂળ હેતું શું હતો? તે અંગે પોલીસ દ્વારા કોઈ વિગત આપવામાં આવી નથીં. અગાઉ ગયા વર્ષે પણ ડેન્વર શહેરમાં એમબીએ ચેમ્પિયનશિપમાં ગોળીબાર થયો હતો. તેમાં પણ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ગોળીબાર બાદ અવિશ્વાસ સાથે ભાગતા લોકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ ન્યૂયોર્કના સબવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફાયરિંગ થયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ