Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UK મેરેથોનમાં સંબલપુરી સાડી પહેરીને દોડી ભારતીય મૂળની મહિલા, જુઓ Video

ભારતીય ભલે દુનિયાના કોઇપણ ખૂણે હોય પણ પોતાની છાપ તો હંમેશા છોડીને જ રહે છે. તાજેતરમાં UK માં રહેતી ભારતીય મૂળની મહિલા ચર્ચામાં આવી છે. UK માન્ચેસ્ટરમાં રવિવારે 42.5 કિમીની મેરેથોન યોજાઈ હતી, જેમા સાંબલપુરી સાડી પહેરીને આ મહિલા દોડતી...
uk મેરેથોનમાં સંબલપુરી સાડી પહેરીને દોડી ભારતીય મૂળની મહિલા  જુઓ video

ભારતીય ભલે દુનિયાના કોઇપણ ખૂણે હોય પણ પોતાની છાપ તો હંમેશા છોડીને જ રહે છે. તાજેતરમાં UK માં રહેતી ભારતીય મૂળની મહિલા ચર્ચામાં આવી છે. UK માન્ચેસ્ટરમાં રવિવારે 42.5 કિમીની મેરેથોન યોજાઈ હતી, જેમા સાંબલપુરી સાડી પહેરીને આ મહિલા દોડતી જોવા મળી હતી. સામાન્ય રીતે આપણે મેરેથોનમાં એવા કપડા પહેરવાનું પસંદ કરીએ છીએ કે જે પહેર્યા બાદ તમને કમ્ફર્ટ રહે પણ આ મહિલાને જોઇને એવું લાગી રહ્યું છે કે તે સાડીમાં વધુ કમ્ફર્ટ રીતે દોડી શકે છે.

Advertisement

ભારતીય મૂળની મહિલા UK મેરેથોનમાં સાડી પહેરીને દોડી 

Advertisement

UK માં રહેતી ભારતના ઓડિશા મૂળની આ મહિલાનું નામ મધુસ્મિતા છે, તે હાલમાં UK માં રહે છે. જણાવી દઇએ કે, 41 વર્ષની મધુસ્મિતાએ માન્ચેસ્ટરમાં 42.5 કિમીની મેરેથોનમાં સંબલપુરી સાડી પહેરીને ભાગ લીધો હતો, એટલું જ નહીં તેણે આ દોડ પૂર્ણ પણ કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, મધુસ્મિતાએ લાલ સાડી અને શૂઝ પહેરીને મેરેથોનમાં ભાગ લીધો હતો અને આ દોડને 4 કલાક અને 50 મિનિટમાં પૂર્ણ કરી હતી. અહીં સૌ કોઇ મહિલા સાડીમાં કેવી રીતે કમ્ફર્ટેબલ છે તે વિશે વિચારી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ભારતીય મહિલાઓની સાડીની એક અલગ ઓળખ છે. ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની સાડીઓ છે. જો કે, ભારતમાં સામાન્ય રીતે મહિલાઓ ઘરે અને બહાર સાડી પહેરીને બધું જ સરળતાથી કરે છે. પરંતુ વિદેશમાં એક ભારતીય મહિલા સાડી પહેરીને મેરેથોનમાં દોડે તેને સામાન્ય કેવી રીતે ગણી શકાય. જોકે, તે મહિલાને દોડતા જોઇ તમને પણ લાગશે કે તે આ સાડીમાં પણ દોડવામાં કમ્ફર્ટ અનુભવી રહી છે. તાજેતરમાં આ મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ મહિલાને જોઇને ભારતમાં પણ તેના વખાણ થઈ રહ્યા છે.

Advertisement

મહિલાને સાડીમાં દોડતા જોઇ લોકો જોતા જ રહી ગયા

સંબલપુરી હેન્ડલૂમ સાડી પહેરેલી, બ્રિટનની એક ઓડિયા મહિલાને આ રીતે દોડતી જોઈને બધા દંગ રહી ગયા હતા. મધુસ્મિતા માન્ચેસ્ટરમાં હાઈસ્કૂલની શિક્ષિકા છે, તે ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડમાં ઓડિયા સમુદાયની સક્રિય સભ્ય છે. તેણે વિશ્વભરમાં ઘણી મેરેથોન અને અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લીધો છે. પરંતુ, અહેવાલ મુજબ, આ પહેલીવાર છે જ્યારે મધુસ્મિતાએ સાડી પહેરીને મેરેથોનમાં ભાગ લીધો હોય. તે UK ની બીજી સૌથી મોટી મેરેથોન છે. મધુસ્મિતાએ કહ્યું કે, “મેરેથોનમાં સાડી પહેરીને દોડનારી હું એકમાત્ર વ્યક્તિ હતી. આટલો લાંબો સમય દોડવું એ પોતાનામાં મુશ્કેલ કામ છે પરંતુ સાડીમાં આવું કરવું તેનાથી પણ વધુ મુશ્કેલ છે. પરંતુ મને ખુશી છે કે હું આખું અંતર 4.50 કલાકમાં પાર કરી શકી. મધુસ્મિતાએ તેની માતા અને દાદી પાસેથી પ્રેરણા લીધી હતી, જેઓ મોટા થતાં જ રોજ સાડી પહેરતા હતા. 41 વર્ષીય મધુસ્મિતાએ જણાવ્યું હતું કે, “ઘણા લોકો માને છે કે સ્ત્રીઓ સાડી પહેરીને દોડી શકતી નથી, પરંતુ મેં સંબલપુરી હેન્ડલૂમમાં દોડીને તેમને ખોટા સાબિત કર્યા છે. હું કોઈપણ રીતે UK માં ઉનાળા દરમિયાન સાડીઓ પહેરું છું.”

આ પણ વાંચો - UK માં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો, બીજા નંબરે ચીન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.