BrahMos: ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસની પ્રથમ બેચ મોકલી, 2022માં થયો હતો 2,966 કરોડનો સોદો
BrahMos: ભારત અત્યારે હથિયારોને લઈને પોતાના કરીબી દેશોને મદદ પણ કરી રહ્યું છે. ભારતે શુક્રવારે ચીનના પાડોશી દેશ ફિલિપાઈન્સને બ્રહ્મોસ (BrahMos) મિસાઈલનું પહેલું કન્સાઈનમેન્ટ સોંપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફિલિપાઈન્સ તેને દક્ષિણ ચીન સાગરમાં તૈનાત કરશે જેના કારણે ચીનની ચિંતા વધી ગઈ છે. ફિલિપાઈન્સ સાઉથ ચાઈના સીમાં સ્પાર્કલી આઈલેન્ડ પર વિવાદ ચાલુ રાખે છે. ચીન નજીકના નાના ટાપુ દેશોને ધમકીઓ આપે છે કારણ કે આ દેશો લશ્કરી રીતે મજબૂત નથી. આવી સ્થિતિમાં ચીન એ વાતને લઈને વધુ ચિંતિત છે કે બ્રહ્મોસના અધિગ્રહણથી ફિલિપાઈન્સની તાકાત અનેકગણી વધી જશે.
ભારત સાથે 2022 માં બ્રહ્મોસનો સોદો થયો હતો
તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2022 માં ફિલિપાઈન્સને ભારત સાથે બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે સાથે 2,966 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા હતો. ભારત અને રશિયાને બાદ કરતા બ્રહ્મોસ મિસાઈલ રાખવા વાળો ફિલિપાઈન્સ દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો બ્રહ્મોસની ડિલિવરી વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા કરવામાં આવી હતીં.વાયુસેનાનું આ વિમાન શુક્રવારે સવારે ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચ્યું હતું. બ્રહ્મોસની ત્રણ સિસ્ટમ સોંપવામાં આવી છે. દરેક સિસ્ટમમાં બે મિસાઈલ લોન્ચર, એક રડાર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છાઓ
નોંધનીય છે કે, અત્યારે ભારત મહાસત્તા બનાવા માટે તૈયારી કરૂ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અત્યારે ભારતના પાસે વિશ્વના દેશોની કક્ષમાં સારી એવી હથિયારી ક્ષમતા જોવા મળે છે. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલિપાઈન્સને બ્રહ્મોસની સપ્લાય પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ દેશની મોટી ઉપલબ્ધિ છે.
આ બ્રહ્મોસની રેન્જ 290 કિમીની છે
વધુ વિગતે વાત કરવામાં આવે તો, ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલના સંચાલનની તાલીમ પણ આપશે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની સ્પીડ મેક 2.8 છે. એટલે કે અવાજની ગતિ કરતાં 2.8 ગણી વધુ. તમને જણાવી દઈએ કે, ફિલિપાઈન્સને આપવામાં આવેલ બ્રહ્મોસની રેન્જ 290 કિમી છે. આ સાથે સાથે તેને સબમરીન, જહાજ, વિમાન અથવા તો જમીન પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ એરોસ્પેસના મહાનિર્દેશક અતુલ દિનાકર રાણેના જણાવ્યા અનુસાર, આર્જેન્ટિના અને વિયેતનામ સહિત વિશ્વના 12 દેશો તેને ખરીદવા આતુર છે.