Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cargo Ship: ભારતે પાકિસ્તાનનું એક કાર્ગો શિપ જપ્ત કર્યું, અંદર પરમાણુ સામાનની આશંકા

Cargo Ship Bound: પાકિસ્તાન જઈ રહેલી એક કાર્ગો શિપને મુંબઈમાં રોકી લેવામાં આવી છે. ચીનથી કરાચી જઈ રહેલી કાર્ગો શિપને મુંબઈ કસ્મટ અધિકારીઓએ જપ્ત કરી લીધી છે. જેને લઈને અત્યારે પાકિસ્તાનનું નિવેદન પણ સામે આવ્યું છે. આ જહાજના કન્ટેનરમાંથી પરમાણુ...
cargo ship  ભારતે પાકિસ્તાનનું એક કાર્ગો શિપ જપ્ત કર્યું  અંદર પરમાણુ સામાનની આશંકા

Cargo Ship Bound: પાકિસ્તાન જઈ રહેલી એક કાર્ગો શિપને મુંબઈમાં રોકી લેવામાં આવી છે. ચીનથી કરાચી જઈ રહેલી કાર્ગો શિપને મુંબઈ કસ્મટ અધિકારીઓએ જપ્ત કરી લીધી છે. જેને લઈને અત્યારે પાકિસ્તાનનું નિવેદન પણ સામે આવ્યું છે. આ જહાજના કન્ટેનરમાંથી પરમાણુ બોમ્બમાં વપરાયેલું મશીન મળ્યા બાદ કસ્ટમ અધિકારીઓએ તેને મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર રોકી દીધું છે. જો કે પાકિસ્તાને દાવો કર્યો છે કે આ જહાજ કોમર્શિયલ સાધનો સાથે કરાચી જઈ રહ્યું હતું અને તેમાં પરમાણુ કાર્યક્રમ માટે કોઈ મશીન નહોતું.

Advertisement

કાર્ગો શિપને જપ્ત કર્યુ તો પાકિસ્તાને આપ્યું નિવેદન

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ જહાજને જપ્ત કરવા સંબંધિત અહેવાલોને 'તથ્યોની ખોટી રજૂઆત' ગણાવી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘આ કરાચી સ્થિત કોમર્શિયલ યુનિટ દ્વારા મશીન ટર્ન્ડ મશીનની આયાત કરવાનો એક સરળ કેસ છે જે પાકિસ્તાનમાં ઓટોમોબાઈલ ઉદ્યોગને સ્પેરપાર્ટસ સપ્લાય કરે છે.’ આ ઉપકરણની વિશિષ્ટતાઓ સ્પષ્ટપણે તેનો સંપૂર્ણ વ્યાવસાયિક ઉપયોગ સૂચવે છે. આ માટે, વ્યવહાર માત્ર પારદર્શક બેંકિંગ ચેનલો દ્વારા કરવામાં આવ્યો હતો, જેના માટે તમામ સંબંધિત દસ્તાવેજો હાજર છે.

આ આંતરરાષ્ટ્રીય માપદંદોનું ઉલ્લંઘન છે: પાકિસ્તાન

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની અધિકારીએ આ બાબતે ગેરવ્યાજબી જપ્તી ગણાવી છે. તેના સાથે એવું પણ કહ્યું છે કે, આ ‘આંતરરાષ્ટ્રીય માપદંદોનું ઉલ્લંઘન’ છે. તમને જણાવી દઈએ કે બાતમીના આધારે મુંબઈ પોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ કાર્ગો શિપ 'CMA CGM Attila'ને બંદર પર રોક્યું હતું. આ જહાજ પર માલ્ટાનો ધ્વજ હતો અને તે ચીનથી પાકિસ્તાનના કરાચી જઈ રહ્યું હતું. જ્યારે કસ્ટમ અધિકારીઓએ જહાજની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેના એક કન્ટેનરમાં કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન રાખવામાં આવ્યું હતું.

Advertisement

CNC મશીનો વાસેનાર કરાર હેઠળ આવે છે

અધિકારીઓએ આ અંગે વિગતો આપવા કહ્યું કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)ની ટીમ દ્વારા આ મશીનની તપાસ કરવામાં આવી છે. પાકિસ્તાનના પરમાણુ પ્રોજેક્ટે ખાસ કરીને મિસાઇલ બનાવવા માટેના મહત્વપૂર્ણ ઘટકોના ઉત્પાદનમાં તેના સંભવિત ઉપયોગની પુષ્ટિ કરી છે. આ મશીન કોમ્પ્યુટર સંચાલિત છે અને તેની ચોકસાઈ અને કાર્યક્ષમતા માટે જાણીતું છે. ઉલ્લેખનીય છે કે, CNC મશીનો વાસેનાર કરાર હેઠળ આવે છે. વાસેનાર એ આંતરરાષ્ટ્રીય શસ્ત્ર નિયંત્રણ પ્રણાલી છે જેનો હેતુ નાગરિક અને લશ્કરી ઉપયોગ બંને માટે શસ્ત્રોના પ્રસારને રોકવાનો છે. ભારત તેનો સક્રિય ભાગીદાર છે. ઉત્તર કોરિયા દ્વારા તેના પરમાણુ કાર્યક્રમમાં CNC મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Pakistan New PM: પાકિસ્તાનની કમાન હવે શાહબાઝના હાથમાં, 24માં વડાપ્રધાનની નેશનલ એસેમ્બલીએ કરી જાહેરાત

Advertisement
Tags :
Advertisement

.