Women Empowerment : વિશ્વકક્ષાએ ભારતે મહિલા સશક્તિકરણનું નેતૃત્વ કર્યું, UN એ પણ કર્યા ભરપૂર વખાણ
Women Empowerment : ભારતમાં અત્યારે મહિલાઓ માટે ઘણા કાર્યા કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિલા સશક્તિકરણ (Women Empowerment) ને લઈને ભારત વિશ્વકક્ષાઓ પોતાની સારી એવી ઓળખ પણ મેળવી છે. ભારતે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રભાવશાળી હાજરી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે આ સંમેલનમાં ભાગ લીધો હતો. ન્યૂયોર્કમાં ભારતીયોના સ્થાયી મિશને માહિતી આપી હતી કે ન્યૂયોર્કમાં મહિલાઓની સ્થિતિ અંગેના 68માં કમિશનમાં ભારત દ્વારા મજબૂત કેસ કરવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રભાવશાળી હાજરી નોંધાવી
ઉલ્લેખનીય છે કે, મહિલા સશક્તિકરણ (Women Empowerment)ને ભારતે પોતાની આગવી ઓળખ મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ન્યૂયોર્કમાં મહિલાઓની સ્થિતિ પરના 68માં કમિશનમાં ભાગ લીધો હતો. અહીં ભારતે તેની પ્રભાવશાળી હાજરી નોંધાવી. ભારતની મહિલાઓ પણ અત્યારે વિશ્વમાં ભારતની સારી એવી ઓળખ બનાવી રહીં છે. ભારતની મહિલાઓએ ભારતને નામનામાં ખુબ જ વધારો કર્યો છે. પહેલા એક સમય હતો કે, ભારતની મહિલાઓ ઘરના ખૂણાથી લઈને ચૂલા સુધી સિમિત હતી, પરંતુ અત્યારે ભારતીય નારીઓ વિમાન પણ ઉડાવે છે, એરફોર્સમાં પણ છે અને અંવકાશ ક્ષેત્રે પણ સર્વશ્રેષ્ઠ કામ કર્યું હતું હવે તો એવી કોઈ ફિલ્ડ નથી કે, જેમાં ભારતીય નારીનું આગવું પ્રભુત્વ ના હોય!
Permanent Mission of Indian to the UN, NY tweets, "India had an impactful presence at the 68th Commission on the Status of Women CSW68 in New York! From thought-provoking panels to empowering initiatives, India led the charge for gender equality & women's empowerment on the… pic.twitter.com/MfCKtVIaJb
— ANI (@ANI) March 26, 2024
ભારતીય નારી સૌ પર ભારી
ન્યૂયોર્કમાં ભારતના કાયમી મિશને ટ્વીટ કર્યું કે ન્યૂયોર્કમાં મહિલાઓની સ્થિતિ પરના 68માં કમિશનમાં ભારતની પ્રભાવશાળી હાજરી છે. નોંધનીય છે કે, ભારતે પેનલમાં પોતાના વિચારો રજૂ કર્યા અને મજબૂત પહેલ કરી પણ કરી હતી. ભારતે આ વૈશ્વિક મંચ પર લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણનું નેતૃત્વ કર્યું. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ વખતે ભારતે લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ રીતે ભારતે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં વૈશ્વિક મંચ પર મજબૂત હાજરી નોંધાવી છે.