હિઝબુલ્લા પર પેજર એટેકને મે જ મંજૂરી આપી હતી: PM બેજામિન નેતન્યાહુની કબુલાત
ઇઝરાયેલ : (Israel) વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) સ્વીકાર કર્યો છે કે, તેમણે લેબનાનમાં પેજર હુમલાને(Pager Attack) મંજૂરી આપી હતી. પેજર હુમલામાં સપ્ટેમ્બરમાં આશરે 40 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 3000 ઇરાન સમર્થિક હિઝબુલ્લાના લડાકુઓ ઘાયલ થઇ ગયા હતા. નેતન્યાહૂના પ્રવક્તા ઓમર દોસ્તરીએ સમાચાર એજન્સી AFP ને જણાવ્યું કે, નેતન્યાહૂએ રવિવારે પુષ્ટિ કરી કે તેમણે લેબનાનમાં પેજર ઓપરેશનને લીલી ઝંડી આપી હતી.
આ વર્ષે 17 સપ્ટેમ્બરે સતત બે દિવસમાં હિઝબુલ્લાહ લડાકુઓ પાસે રહેલા હજારો પેજરમાં વિસ્ફોટ થયા હતા. તેના માટે ઇરાન અને હિઝબુલ્લાએ ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યા હતા. પેજરનો ઉપયોગ હિઝબુલ્લાના લડાકુઓ લોકેશન ટ્રેસિંગથી બચવા માટે કમ્યુનિકેશન કરતા હતા.
પેજર હુમલા વિરુદ્ધ UN માં ફરિયાદ
આ વિસ્ફોટ ઇઝરાયેલની તે જાહેરાતના થોડા કલાકો બાદ થાય હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ હમાસના 7 ઓક્ટોબરના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધના ઉદ્દેશ્યોને વ્યાપક બનાવી રહ્યા છે. જેમાં લેબનોનની સાથે દેશની સીમા પર સમુહના સહયોગી હિઝબુલ્લાની વિરુદ્ધ પોતાની લડાઇમાં સાથે છે.
આ અઠવાડીયાની શરૂઆતમાં લેબનોને આ ઘાતક હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્ર લેબર એજન્સીમાં ફરિયાદ દાખલ કરાવી હતી. તેને માનવતા વિરુદ્ધ ભીષણ યુદ્ધ પણ ગણાવ્યું હતું. હવે આ મામલે ઇઝરાયલે અધિકારીક રીતે પેજર હુમલાની જવાબદારી સ્વિકારી લીધી છે.